ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહે કરી રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ સાથે મુલાકાત - KCR સરકારે પેટ્રોલ પર વેટ ઘટાડ્યો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે રવિવારે તેલંગાણા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સિકંદરાબાદના ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમમાં પૂજા કરી હતી. આ સાથે જ તેમણે રામોજી ફિલ્મ સિટીના ચેરમેન રામોજી રાવ સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલા તેઓએ સિકંદરાબાદમાં જ બીજેપી કાર્યકર એમ. સત્યનારાયણને મળ્યા હતા, ત્યાર બાદ તેમણે ત્યાં જનસભાને સંબોધી હતી. જેમાં KCR સરકાર પર પ્રહારો પણ કર્યા હતા. Amit shah Visits ramoji Film City, Amit shah Meet Ramoji rao

ગૃહમંત્રી અમિત શાહે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ સાથે મુલાકાત કરી
ગૃહમંત્રી અમિત શાહે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવ સાથે મુલાકાત કરી

By

Published : Aug 21, 2022, 10:10 PM IST

Updated : Aug 21, 2022, 10:31 PM IST

હૈદરાબાદ :કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે તેલંગાણાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા. તેલંગાણાના એક દિવસના પ્રવાસ માટે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તરત જ અમિત શાહ મંદિરમાં ગયા અને પ્રાર્થના કરી હતી. મંદિરની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. કેન્દ્રીય પ્રધાને સિકંદરાબાદમાં બીજેપી કાર્યકર એમ સત્યનારાયણના ઘરે પણ મુલાકાત લીધી હતી. આ બાદ, જાહેર સભા દ્વારા પેટાચૂંટણી માટે પાર્ટીના પ્રચારની ઔપચારિક શરૂઆત કરી હતી. Amit shah Visits ramoji Film City, Amit shah Meet Ramoji rao,

આ પણ વાંચો :સીએમ KCRની મીટિંગથી હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક

રામોજી રાવ સાથે પણ મુલાકાત :આ બાદ અમિત શાહે રામોજી ફિલ્મ સિટીના ચેરમેન રામોજી રાવ સાથે પણ મુલાકાત કરી હતી. અમિત શાહ તેલંગાણાના કાર્યક્રમોમાંથી એક મુનુગોડે વિધાનસભામાં એક મોટી રેલીને સંબોધિત કરી હતી. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ધારાસભ્ય કે રાજગોપાલ રેડ્ડીના રાજીનામા બાદ અહીં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે કેટલાય રાજકીય પક્ષો થોડા અઠવાડિયાથી વિધાનસભા ક્ષેત્રમાં જાહેરસભાઓનું આયોજન કરી રહ્યા છે. શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને વિપક્ષ કોંગ્રેસે શનિવારે મુનુગોડેમાં તેમના અભિયાનની શરૂઆત કરી હતી. તે જ સમયે, ભાજપ દ્વારા મુનુગોડુમાં 'મુનુગોડુ સમરબેરહેરી' નામથી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :CM ચંદ્રશેખર રાવે કહ્યું, કલ્યાણકારી યોજનાઓને મફત ગિફ્ટ કહેવી એ લોકોનું અપમાન છે

શાહના KCR પર પ્રહારો :KCR સરકારને ખેડૂત વિરોધી ગણાવતા અમિત શાહે કહ્યું કે, KCR તેલંગાણાના ખેડૂતોને કેન્દ્ર સરકારની પીએમ પાક વીમા યોજનાનો લાભ આપી રહ્યા નથી. ખેડૂતોને વીમા યોજના દ્વારા પૂર દરમિયાન વળતર મળશે. તે જ સમયે, KCR સરકાર ખેડૂતો પાસેથી MSP મેળવશે, પરંતુ ચોખા ખરીદવા તૈયાર નથી. જો તેલંગાણામાં ભાજપને સરકાર બનાવવાની તક આપવામાં આવે તો અમે ચોખા ખરીદવાનું વચન આપીએ છીએ. મોદી સરકારે બે વખત પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે, પરંતુ KCR સરકારે પેટ્રોલ પર વેટ ઘટાડ્યો નથી. તેના કારણે તેલંગાણામાં મોંઘવારી વધી છે. Ramoji Film City Chairman Ramoji Rao, Ramoji film city Visits , amit shah telangana Visits

Last Updated : Aug 21, 2022, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details