- નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાન શહીદ થયા અને 31 જવાન ઘાયલ છે
- દેશભરમાં નક્સલ એન્કાઉન્ટરને લઇને ઉગ્રતા ફેલાયેલી છે
- સીએમ ભૂપેશ બધેલે શહીદના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે
- શાહે કહ્યું કે, 'સર્ચ ઓપરેશન ચાલુ છે. બન્ને પક્ષોને નુકસાન છે
બીજાપુરઃ તાર્રેમમાં શનિવારે STF,DRG,CRPF અને કોબરાના જવાનો નક્સલ એન્કાઉન્ટર માટે નીકળ્યા હતા, આ દરમિયાન નક્સલ એન્કાઉન્ટરમાં 22 જવાન શહીદ થયા અને 31 જવાન ઘાયલ છે. ઘટના સ્થળે કેટલાય જવાનો ગાયબ છે. વિસ્તારમાં સર્ચિંગ ઓપરેશન હજું ચાલુ છે. દેશભરમાં નક્સલ એન્કાઉન્ટરને લઇને ઉગ્રતા ફેલાયેલી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અધિકારીઓ સાથે છત્તીસગઢની પરિસ્થિતિનો હિસ્સો બનવા દિલ્હી પહોંચ્યા હતા. શાહે કહ્યું કે, 'સર્ચ ઓપરેશન ચાલુ છે. બન્ને પક્ષોને નુકસાન છે. સીએમ ભૂપેશ બધેલે શહીદના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃછત્તીસગઢમાં નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ, 31 ઇજાગ્રસ્ત અને 21 લાપતા
સૈનિકોની શહાદત વ્યર્થ નહીં જાય: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે "બન્ને પક્ષે નુકસાન થયું છે". આપણા સૈનિકો શહીદ થયા છે. હું તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપું છું. હું શહીદોના પરિવાર અને દેશને ખાતરી આપવા માંગું છું કે, સૈનિકોએ દેશ માટે લોહી વહેવ્યું છે, તે નિરર્થક નહીં જાય. નક્સલવાદીઓ સામે જોમ સાથે અમારી લડત અને તાકાત ચાલુ રહેશે. અમે તેને પરિણામ પર લઈ જઈશું. ''