- છોકરીઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરશે સરકાર
- કબિનેટની બેઠકમાં છોકરીઓના લગ્નની ઉંમર બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી
- સરકાર વર્તમાન કાયદાઓમાં સુધારો કરવા માટે સંસદમાં બિલ બનાવશે
હૈદરાબાદ: ભારતમાં ટૂંક સમયમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર (The age of marriage for girls will change) બદલાશે. કેન્દ્રીય કેબિનેટે દેશમાં છોકરીઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં છોકરીઓના લગ્નની ઉંમર બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ માટે સરકાર વર્તમાન કાયદાઓમાં સુધારો કરવા માટે સંસદમાં બિલ બનાવશે.
PM મોદીએ છોકરીઓના લગ્નની ઉંમર બદલવાનો સંકેત આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર ભાષણ દરમિયાન છોકરીઓના લગ્નની ઉંમર બદલવાનો સંકેત આપ્યો હતો.મળતી માહીતી અનુસાર કેન્દ્ર સરકાર બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 (Central Government Child Marriage Prohibition Act 2006) અને પછી સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) અને હિંદુ મેરેજ એક્ટ 1955 (Hindu Marriage Act 1955) જેવા અંગત કાયદામાં સુધારો કરશે. ડિસેમ્બર 2020માં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે નીતિ આયોગને તેની ભલામણો સુપરત કરી હતી. આ ભલામણોના આધારે કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.