અમદાવાદઃ કેન્દ્ર સરકારે આગામી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ (Union Digital Budget 2022) રજૂ કરશે. આ વખતે સતત બીજા વર્ષે ડિજિટલ બજેટ (Union Digital Budget 2022) રજૂ કરવામાં આવશે. એટલે કે આ વખતે બજેટ અંગેની માહિતી આપતી કોઈ પત્રિકા કે દસ્તાવેજ આપવામાં નહીં આવે. એટલે કે બધી સામગ્રી ડિજિટલ સ્વરૂપે(Union Digital Budget 2022) પૂરી પાડવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી (Union Government on Budget) આપી હતી.
તમામ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં હશે
અત્યારે દેશભરમાં ફેલાયેલી મહામારીને કારણે ટેક્સ દરખાસ્તો અને નાણાકીય નિવેદનોની રજૂઆત સંબંધિત તમામ દસ્તાવેજો છાપવામાં આવશે નહીં. એટલે કે, આ વખતે પણ તમને બજેટ (Union Digital Budget 2022) માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ મળશે. આ વખતે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ (Union FM Nirmala Sitharaman to present the budget) ચોથી વખત બજેટ રજૂ કરશે.
બજેટની થોડી જ નકલો પ્રિન્ટેડ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે
આ અંગે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, બજેટ દસ્તાવેજો મોટા ભાગે ડિજિટલ સ્વરૂપમાં (Budget documents in Digital Form) ઉપલબ્ધ હશે. માત્ર થોડી નકલો પ્રિન્ટેડ સ્વરૂપમાં ઉપલબ્ધ રહેશે. આ વખતે બજેટ દસ્તાવેજની 100 નકલો (Budget documents in Digital Form) છાપવામાં આવી છે. આંકડાકીય રીતે તે એટલી વિસ્તૃત પ્રક્રિયા હતી કે, પ્રિન્ટિંગ કામદારોએ પણ ઓછામાં ઓછા થોડા અઠવાડિયા માટે નોર્થ બ્લોકના 'બેઈઝમેન્ટ'માં પ્રિન્ટિંગ પ્રેસની અંદર રહેવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રાલયની ઓફિસ નોર્થ બ્લોકમાં જ આવેલી છે.