- Union Cabinet reshuffle ની વાગી ગઈ ઘંટડી
- કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, ગંગવાર, પોખરીયાલ સહિતનાઓએ આપ્યા રાજીનામાં
- પોખરીયાલે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ શ્રમપ્રધાન સંતોષ ગંગવાર અને કેન્દ્રીય શિક્ષણપ્રધાન રમેશ પોખરીયાલ, સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, સહિતનાઓએ રાજીનામાં ધરી દીધા છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે અને રવિશંકર પ્રસાદે રાજીનામું આપ્યું છે. સંતોષ ગંગવારે એક પ્રશ્નના જવામાં પોતે રાજીનામું આપ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે 'હા, મેં રાજીનામું આપ્યું છે.' તેમણે મીડિયા એજન્સીઓને કહ્યું હતું કે તેઓ સરકારમાં તેમની નવી ભૂમિકા શું હશે તેની જાણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2019માં બીજી વખત કાર્યકાળ સંભાળ્યા પછી વડાપ્રધાનની પરિષદમાં આ પહેલો ફેરબદલ ( Union Cabinet reshuffle ) છે. વડાપ્રધાન યુવા ચહેરાઓ લાવશે અને ફેરબદલમાં વિવિધ સામાજિક જૂથો અને પ્રદેશોને પ્રતિનિધિત્વ આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચોઃ CABINET EXPANSION: આજે પ્રથમ કેબિનેટ વિસ્તરણ, નેતાઓ પહોંચ્યા દિલ્હી
સાંજે 6 કલાકે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ
કેબીનેટ વિસ્તરના પગલે આજે બુધવારે બપોર સુધીમાં અન્ય વધુ પ્રધાનોએ પણ રાજીનામાં આપ્યાં હોવાની ખબર મળી રહી છે. જેમાં ગંગવાર અને પોખરીયાલ સહિત દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા, રાવસાહેબ પાટીલ દાનવેના રાજીનામાં પડ્યાં છેે. તેમ જ આમાં સંજય ધોતરેનું નામ પણ શામેલ હોવાનું જણાવાયું છે. જોકે, રમેશ પોખરીયાલે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું ધર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધનના રાજીનામાના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આજે બુઘવારે સાંજે 6 કલાકે કેન્દ્રીય પ્રધાનમંડળનું ( Union Cabinet reshuffle ) વિસ્તરણ થશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને આપ્યું રાજીનામું
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને આરોગ્ય મંત્રાલય પરથી રાજીનામું ધરી દીધુ છે. તરફથી આ ડિઝાઇન આપી છે
આરોગ્ય રાજ્યપ્રધાન અશ્વિની ચૌબેને હટાવવામાં આવ્યા
સુત્રોના જણાવ્યાં અનુસાર આરોગ્ય રાજ્યપ્રધાન અશ્વિની ચૌબેએ પણ રાજીનામું આપ્યું છે. આ અગાઉ પટણામાં કેન્દ્રીય પ્રધાન અશ્વિનીકુમાર ચૌબેએ કહ્યું હતું કે, આજે વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળનો વિસ્તાર કરશે, અમે ત્યાં ભાગ લેવા જઈ રહ્યા છીએ. NDA સરકાર અકબંધ રહેશે, અમારી સરકાર ચાલી રહી છે, તે લાંબા સમય સુધી ચાલશે.