- કેન્દ્રીય કેબિનેટ સમગ્ર શિક્ષા અભિયાન અંગે લેવાયો નિર્ણય
- માહિતી અને પ્રસારણ પ્રધાન અને શિક્ષણ પ્રધાને આપી માહિતી
- સમગ્ર શિક્ષા અભિયાનને લંબાવવાની મંજૂરી આપવામાં આવી
નવી દિલ્હી :કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે સમગ્ર શિક્ષા અભિયાન -2( Samagra Shiksha Abhiyan 2.0 ) ને મંજૂરી આપવામાં આવી છે, જેના પર લગભગ 2.94 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર ( Information and Broadcasting Minister Anurag Thakur ) અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને( Education Minister Dharmendra Pradhan ) આ માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Narendra Modi )ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધી સમગ્ર શિક્ષા અભિયાનને લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:શિક્ષા અભિયાન અંતર્ગત 6થી 14 વર્ષના શાળા બહારના બાળકોને અપાશે શિક્ષણ
અભિયાનમાં 2.94 લાખ કરોડનો ખર્ચ કરાશે
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષા અભિયાન -2.0 પર 2.94 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ રકમમાં કેન્દ્રનો હિસ્સો 1.85 લાખ કરોડ રૂપિયા હશે. તેમણે વધુમાં કહ્યું કે, સરકારી અને સરકારી સહાયિત 11.6 લાખ શાળાઓ, 15.6 કરોડ બાળકો અને 57 લાખ શિક્ષકો આ અભિયાનમાં શામેલ થશે.
શિક્ષણ પદ્ધતિઓ વિકસાવાશે