- કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે લીધા મહત્વના કેબિનેટ નિર્ણયો
- 26,058 કરોડ રૂપિયાની PLI સ્કીમને આપી મંજૂરી
- ટેલીકોમ સેક્ટરમાં 100 ટકા FDIને મંજૂરી
- ડ્રોન સેક્ટર માટે 120 કરોડ રૂપિયા મંજૂર
દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના સંકટના કારણે લાંબા સમયથી મુશ્કેલીમાં ચાલી રહેલા ઑટો સેક્ટરને બુધવારના મોટી રાહત આપી છે. સરકારે ઇલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન, હાઇડ્રોજન ફ્યૂલ વ્હિકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક ઇન્સેંટિવ હેઠળ 26,058 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ટેલીકોમ અને ડ્રોન સેક્ટરને પણ રાહત આપવામાં આવી છે.
કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણય બાદ ઑટો સેક્ટરમાં સરકારી અનુમાન પ્રમાણે 7.5 લાખ લોકોને નોકરી મળશે. આનાથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધશે.
ટેલીકોમ સેક્ટરમાં મોટો બદલાવ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ટેલીકોમ સેક્ટરમાં 9 મોટા માળખાકીય સુધારા કરવામાં આવી રહ્યા છે. એજીઆરની વ્યાખ્યાને બદલતા આમાંથી બિન ટેલીકોમ રેવેન્યૂને બહાર કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું કે, એડજસમેન્ટ ગ્રોસ રેવેન્યૂ ઘણા સમયથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. આ કારણે આની વ્યાખ્યાને બદલવામાં આવી છે. તેમણે કહ્યું કે, આગળ જે પણ સ્પેક્ટ્રમની નીલામી થશે તેના દ્વારા કંપનીઓને સ્પેક્ટ્રમ રાખવા માટેની પરવાનગી 30 વર્ષ માટે હશે.
100 ટકા FDI
ટેલીકોમ સેક્ટરમાં ઑટોમેટિક રૂટથી 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પીએમે એ નિર્ણય લીધો છે કે કસ્ટમરના તમામ કેવાઈસી ફોર્મને હવે ડિજિટલ કરવામાં આવશે. વૈષ્ણવે કહ્યું છે કે આગળથી ટેલીકોમ માટે તમામ પ્રકારની કેવાઈસી ડિઝિટલાઇઝ્ડ હશે અને કોઈપણ પ્રકારના ફોર્મ કે કાગળ લગાવવાની જરૂર નહીં રહે.
જો કે 100% ઓટોમેટિક રૂટ ચીન અને પાકિસ્તાન જેવા દેશોના રોકાણકારોને લાગુ પડશે નહીં. એપ્રિલ 2020માં સરકારે ભારત સાથે જમીન સરહદો વહેંચતા દેશોમાંથી FDI પર નિયમો લાગુ કર્યા હતા. આ પગલું સ્થાનિક વ્યવસાયોના કોઈપણ દુશ્મનીભર્યા કબજાને નિષ્ફળ બનાવવા માટે હતું અને ચીન સાથે સરહદ ઘર્ષણ વચ્ચે આવ્યું હતું.
તમામ લેણાં માટે ચાર વર્ષની મુદત
વૈષ્ણવે જણાવ્યું કે, ટેલીકોમ સેક્ટરને તમામ લેણાં માટે 4 વર્ષનું મોરેટોરિયમ આપવામાં આવશે. એટલે કે તેઓ પોતાનું લેણું 4 વર્ષ સુધી ટાળી શકે છે. આવામાં એજીઆર અને સ્પેક્ટ્રમ તમામ પ્રકારના લેણાં સામેલ થશે, પરંતુ તેમણે આ દરમિયાન વ્યાજ આપવું પડશે. આ વ્યવસ્થા હવેથી લાગું થશે.
ડ્રોન સેક્ટરને પણ પ્રોત્સાહન