નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્ર 2022નો (Union Budget 2022 ) આજે બીજો દિવસ (Budget Session 2022) છે. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં (Budget Session 202) નાણાકીય વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ (Nirmala Sitharaman presents Budget 2022) કર્યું હતું. બજેટમાં (Union Budget 2022 ) સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર (Union Budget MSME Sector) માટે નાણા મંત્રાલયે મોટી જાહેરાત કરી છે.
કેન્દ્રીય બજેટ 2022: MSME માટે મોટી જાહેરાત
રેલવે નાના ખેડૂતો અને નાના તેમ જ મધ્યમ ઉદ્યમો માટે નવી પ્રોડક્ટ અને કુશળ લોજિસ્ટિક સર્વિસ તૈયાર કરશે. ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ અને અસીમ પોર્ટલ જેવા MSMEને પરસ્પર (Union Budget MSME Sector) જોડવામાં આવશે. તેમનો વિસ્તાર વધારવામાં આવશે. તે હવેથી જી-સી, બી-સી અને બી-બી સેવાઓ આપનારા લાઈવ ઓર્ગેનિક ડેટાબેઝ વાળા પોર્ટલમાં જોવા મળશે.
આ પણ વાંચો-માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો આર્થિક સરવે
આ પહેલા સોમવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સરવે 2021-22 લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2021-22માં વાસ્તવિક ગાળામાં 9.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 8-8.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન વાર્ષિક ધોરણે મૂડી ખર્ચમાં 13.5 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2021 સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર 633.6 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.