નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2022 (Union Budget 2022) દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાહેરાત (Finance Minister Nirmala Sitharaman on digital currency ) કરી છે. આમાંથી એક છે ડિજિટલ કરન્સી. નાણા પ્રધાને કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક તરફથી આ વર્ષે ડિજિટલ કરન્સી (RBI to launch Digital Currency) લોન્ચ કરવામાં આવશે. આ બ્લોક ચેન આધારિત કરન્સી હશે.
બ્લોક ચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડિજિટલ કરન્સી જાહેર કરાશે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે, બ્લોક ચેન અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડિજિટલ કરન્સી (RBI to launch Digital Currency) જાહેર કરાશે. આ વર્ષ 2022-23ની શરૂઆતથી જાહેર કરાશે. નાણા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આનાથી અર્થતંત્રને મજબૂતી મળશે.
ડિજિટલ ચૂકવણી માટે બનશે ડિજિટલ બેન્ક
સાથે જ નાણા પ્રધાને કહ્યું હતું કે, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે અનુસૂચિત વાણિજ્યિક બેન્ક (scheduled commercial banks) દ્વારા 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્ક સ્થાપિત (Digital bank for digital payments) કરવામાં આવશે. નાણા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા 'દેશ સ્ટેક ઈ-પોર્ટલ' શરૂ કરવામાં (Country Stack e Portal) આવશે.