ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુનેસ્કોઃ “2030નું વિશ્વ”: એક જાહેર સર્વેક્ષણ - Strategic Transformation Support Unit

પર્યાવરણમાં આવનારા ફેરફારો અને જૈવિક વૈવિધ્યને થનારું નુકસાન સૌથી મોટી ચિંતાનો વિષય બની રહેશે, અને અનેક રાષ્ટ્રોનું સંકલિત ય્ને રાજદ્વારી વૈચારિક આદાન-પ્રદાન અને શિક્ષણ આ સમસ્યાનો સૌથી મોટો ઉપાય બની રહેશે.

યુનેસ્કોઃ “2030 નું વિશ્વ”:- એક જાહેર સર્વેક્ષણ
યુનેસ્કોઃ “2030 નું વિશ્વ”:- એક જાહેર સર્વેક્ષણ

By

Published : Dec 23, 2020, 1:45 PM IST

ન્યૂઝ ડેસ્કઃ પર્યાવરણમાં આવનારા ફેરફારો અને જૈવિક વૈવિધ્યને થનારું નુકસાન સૌથી મોટી ચિંતાનો વિષય બની રહેશે, અને અનેક રાષ્ટ્રોનું સંકલિત ય્ને રાજદ્વારી વૈચારિક આદાન-પ્રદાન અને શિક્ષણ આ સમસ્યાનો સૌથી મોટો ઉપાય બની રહેશે.

આ વર્ષે યુનેસ્કો દ્વારા મેથી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલા ‘2030નું વિશ્વ’: એક જાહેર સર્વેક્ષણનું પરિણામ આવી ગયું છે. સ્ટ્રેટેજિક ટ્રાન્સફોર્મેશન સપોર્ટ યુનિટ દ્વારા સૂચનો મોકલી આપવા આંતરરાષ્ટ્રીય સ્તરે કરાયેલી હાકલને વિશ્વભરમાંથી 15000 લોકોનો જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો. જે પરિણામ મળ્યા છે તે યુનેસ્કોના એ કાર્યક્રમોનું પ્રતિબિંબ પાડે છે જેમાં તે કાર્યક્રમોના અમલીકરણને સુનિશ્ચિત કરવાની વાત કરાઇ છે અને જે આવનારા દાયકાઓ દરમ્યાન વિશ્વભરના નાગરિકોની વાસ્તવિક દુનિયાની જરૂરિયાતોને પ્રતિસાદ આપે છે.

  • જે લોકોનો સર્વે હાથ ધરાયો હતો તેઓએ કહ્યું હતું કે 2030 સુધીમાં એક શાંતિપૂર્ણ સમાજની સ્થાપનાના માર્ગમાં પર્યાવરણમાં આવેલો ફેરફાર, જૈવિક વૈવિધ્યને થયેલું જંગી નુકસાન, હિંસા અને સંઘર્ષ, અન્ન, પાણી અને મકાનોનો અભાવ જેવા પરિબળો સૌથી મોટા અવરોધ અને પડકારો બની રહેશે. આપણા દ્વારા સહન કરાતી અનેક મુશ્કેલીઓના ઉકેલ તરીકે વિવિધ સ્વરૂપના શિક્ષણનો વિકલ્પને લોકોએ સૌથી ટોચ ઉપર ગણાવ્યો હતો. એકબાજુ જ્યાં લોકો વૈશ્વિક સહકારની અતિ ઉત્સાહપૂર્વક પ્રસંશા કરી રહ્યા છે એવા સમયે બહુ ઓછા લોકોએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે સર્વ સામાન્ય પડકારો છે તેને ઝીલવા વિશ્વ કંઇ અસરકારક અને નક્કર કાર્ય કરી શકશે.
  • જૈવિક વૈવિધ્યને થયેલા નુકસાન અને પર્યાવરણમાં આવેલાં ધરખમ ફેરફારોના કારણે જે પડકારો ઉભા થયા છે તેના પ્રત્યે અગાઉ ક્યારેય જોવા ન મળી હોય એટલી હાલ આંતરરાષ્ટ્રીય જાગૃતિ જોવા મળે છે. આ કટોકટી હાલ વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ઝળૂંબી રહી છે જેથી હાલ જે માન્યતા પ્રવર્તી રહી છે તેને અંકુશિત કરવા આંતરરાષ્ટ્રીય સહકાર સૌથી મહત્વનો બની રહેશે.
  • અને હાથ ધરાયેલા સર્વેક્ષણમાં પણ આ બાબતનું જ પ્રતિબિંબ પડતું જોવા મળ્યું હતું, કેમ કે સર્વેમાં ભાગ લેનારા પૈકીના મોટાભાગના લોકોએ આ ચિંતાને ખુબ જ મહત્વની અને તાકીદની ગણાવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે અને ઘરના આંગણા સુધી પ્રજાની વસ્તીને અસર કરનારી ગણાવી હતી. સતત વધી રહેલી કુદરતી આફતો, અતિ ખતરનાક સ્તરે બદલાઇ ગયેલું હવામાન, જૈવિક વૈવિધ્યને પહોંચેલું જંગી નુકસાન, હિંસા અથવા તો સંઘર્ષનું વધી રહેલું જોખમ, મહાસાગરો ઉપર થયેલી અસર અને આ તમામ સમસ્યાના ઉકેલ માટે રહેલી સૌથી ઓછી આશા જેવી બાબતો પ્રત્યે લોકોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
  • સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોએ આ પડકારોના ઉકેલ તરીકે ગ્રીન પ્રોજેક્ટોમાં વધુને વધુ રોકાણ, ટકાઉપણા અંગેના શિક્ષણ, આંતરરાષ્ટ્રીય સહકારને ઉત્તેજન આપવું અને વિજ્ઞાનમાં વધુને વધુ વિશ્વાસ ઉભો કરવા જેવી બાબતોની તરફેણ કરી હતી. આ પરિણામ એ વાતનો સ્પષ્ટ સંકેત કરે છે કે પર્યાવરણમાં આવેલાં ફેરફારો અને જૈવિક વૈવિધ્ય, કુદરતી આફતોને ઘટાડવા, ટકાઉ વિકાસ, મહાસાગરોના આરોગ્ય અને ખુલ્લા વિજ્ઞાન માટેના શિક્ષણ અંગે યુનેસ્કો દ્વારા થઇ રહેલાં કામ પર્યાવરણમાં થઇ રહેલાં ફેરફારો અને જૈવિક વૈવિધ્યને થતાં નુકસાન સામેના જંગમાં ખરેખર અત્યંત મહત્વના સાધન પુરવાર થઇ રહ્યા છે.

હિંસા, અસમાનતા અને વંચિતતાને ખાળવા નાવિન્યપૂર્ણ રીતે શીખવાની ચાવી

લોકોએ અન્ય જે ટોચના પડકારોનો સંકેત કર્યો હતો અને તેઓ માટે મહત્વના ગણાવ્યા હતા તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

  • હિંસા અને સંઘર્ષઃ- સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોએ ધાર્મિંક ઝનૂનવાદ, ત્રાસવાદ, પરમાણુ શસ્ત્રો અને વૈશ્વંક સંઘર્ષ, અત્યંત નબળા, દબાયેલા અને કચડાયેલા તથા લઘુમતી સમુદાયો ઉપર થતી હિંસા પ્રત્યે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહિલાઓ અને બાળકીઓ ઉપર થતી હિંસાને વૈશ્વિક સ્તરે જો કે ચોથા સ્થાને ગણાવવામાં આવી હતી પરંતુ લેટિન અમેરિકામાંથી ભાગ લેનારા લોકોએ તે બાબતને સૌથી ટોચની ઘેરી ચિંતા ગણાવી હતી.
  • ભેદભાવ અને અસમાનતાઃ- મહિલાઓ અને લઘુમતી ઉપર થતી હિંસા, વધી રહેલી નફરતયુક્ત સ્પીચ અને ઓનલાઇન પજવણી અને એલજીબીટી લોકો અને મહિલાઓ સામે રાખવામાં આવતા ભેદભાવ જેવી બાબતોનો સમાવેશ ટોચની ઘેરી ચિંતામાં થાય છે. પ્રત્યેક 10 માંથી 4 લોકોએ (38 ટકા)એ કહ્યું હતું કે આંતરસાંસ્કૃતિક અને ધાર્મિક તંગદીલી દિવસે ને દિવસે વધતી જાય છે.
  • અન્ન, પાણી અને મકાનનો અભાવઃ- સૌથી મોટી ચિંતાનો વિષય છે સ્વચ્છ પીવાનું પાણી, પરંતુ સર્વેમાં ભાગ લેનારા પૈકીના પૌષ્ટિક અને સારી ગુણવત્તા ધરાવતા ખોરાકનો અભાવ, પર્યાવરણમાં થયેલા ધરખમ ફેરફાર અને કુદરતી આફતોની અસર પ્રત્યે પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. રસપ્રદ બાબત તો એ જોવા મળી હતી કે આ સર્વેમાં ભાગ લેનારા વયોવૃદ્ધ જૂથના લોકોની તુલનાએ યુવાન વર્ગ (25 વર્ષથી ઓછી વયજૂથના)ના લોકોએ અસમાનતા અને ભેદભાવ જેવી સમસ્યાઓ પ્રત્યે વારંવાર ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. આ વયજૂથના લોકોએ એલજીબીટી અને મહિલાઓ ઉપર થતી હિંસા પ્રત્યે પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. મહિલાઓએ આપેલા પ્રતિભાવમાં પણ તેઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details