ગુજરાત

gujarat

Budget Session 2022: કેન્દ્ર સરકારનો સંસદમાં દાવો, ભારતમાં બેરોજગારીનો દર ઘટ્યો

By

Published : Feb 11, 2022, 1:09 PM IST

સંસદમાં બજેટ સત્રના (Budget Session 2022) 10મા દિવસે રાજ્યસભામાં સામાન્ય બજેટ 2022 પર ચર્ચાનો જવાબ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આપ્યો હતો. ભારતમાં બેરોજગારી દરમાં ઘટાડો (Unemployment rate in India come down) થયો છે.

કેન્દ્ર સરકારનો સંસદમાં દાવો, ભારતમાં બેરોજગારીનો દર ઘટ્યો
કેન્દ્ર સરકારનો સંસદમાં દાવો, ભારતમાં બેરોજગારીનો દર ઘટ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું છે કે, ભારતમાં બેરોજગારી દરમાં ઘટાડો થયો છે. સામાન્ય બજેટ 2022 (Budget Session 2022) પર ચર્ચાના જવાબ દરમિયાનનાણાં પ્રધાન નિર્મલા સીતારમણેકહ્યું કે, જાન્યુઆરી 2022 અને માર્ચ 2022 વચ્ચે બેરોજગારી (Unemployment rate in India come down) ઘટી છે.

બેરોજગારી ઘટી

રાજ્યસભામાં સામાન્ય બજેટ 2022 (Budget Session 2022) પરની ચર્ચાનો જવાબ આપતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સામયિક લેબર ફોર્સ સર્વેના આધારે જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળામાં બેરોજગારી દરમાં ઘટાડો થયો છે. તેમણે સ્વીકાર્યું કે કોરોના સંક્રમણાની અસરને કારણે બેરોજગારીનો દર વધ્યો છે.

2020-21માં મનરેગા માટે 1.11 લાખ કરોડ આપ્યા હતા

નાણાં પ્રધાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (MGNREGA) સંબંધિત માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુપીએના કાર્યકાળ દરમિયાન મનરેગા હેઠળ ઘણા નકલી ખાતાઓનો પર્દાફાશ થયો હતો. આવા લોકોને આર્થિક લાભ મળવો જોઈએ, જેમનો જન્મ પણ થયો નથી. મનરેગાએ માંગ આધારિત કાર્યક્રમ છે. 2020-21માં મનરેગા માટે 1.11 લાખ કરોડ આપવામાં આવ્યા હતા. જ્યારે પણ માંગણી થાય છે ત્યારે કેન્દ્ર સરકાર મનરેગા માટે નાણાં બહાર પાડે છે.

આ પણ વાંચો:Union Budget 2022: સંસદમાં બજેટ ભાષણ બાદ નાણાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રશ્નોના જવાબ આપ્યા

બજેટ સાતત્ય માટે છે : નાણાં પ્રધાન સીતારમણે

નાણાં મંત્રી સીતારમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે , કોવિડ-19 મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ સૌથી વધુ ઘટ્યું છે. રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાના જવાબમાં નાણાં મંત્રીએ કહ્યું કે, બજેટ સાતત્ય માટે છે, તે અર્થતંત્રમાં સ્થિરતા લાવશે. બજેટ 2022-23નો ઉદ્દેશ અર્થતંત્રને સ્થિર અને ટકાઉ વેગ આપવાનો છે.

આ પણ વાંચો:Economic Survey 2022 : નાણાકીય વર્ષ 2023માં વિકાસ દર 8થી 8.50 ટકા રહેવા અનુમાન, જાણો મહત્ત્વની બાબતો

કોવિડ સંક્રમણના કારણે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વધુ ઘટ્યું

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, મહેસૂલ ખર્ચની સરખામણીમાં મૂડી ખર્ચને અનેક ગણો ફાયદો થાય છે, અર્થતંત્રને વેગ આપવા માટે જાહેર મૂડી ખર્ચની પસંદગી કરવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણ અને બજેટમાં GDPના જુદા જુદા આંકડા ચિંતાનું કારણ નથી, આ તફાવત ડેટાના વિવિધ સ્ત્રોતોને કારણે છે.

ABOUT THE AUTHOR

...view details