નલબાડીઃ આસામમાં એક ગામ એવું છે જે વર્તમાનના ગામડાંની સંકલ્પનાને ખોટી ઠેરવે છે. નલબાડી જિલ્લાના ઘોગરાપાર વિસ્તારનું અંતરિયાળ ગામ છે. પાણીથી ઘેરાયેલ ટાપુ જેવા આ ગામમાં માત્ર એક જ પરિવાર વસે છે. આ ગામમાં વીજળી, રસ્તો, તબીબી સેવાઓ અને શિક્ષણ વ્યવસ્થાનો સદંતર અભાવ છે. આ પરિવાર અત્યંત મુશ્કેલીઓ વચ્ચે દયનીય સ્થિતિમાં જીવીને પોતાના ગામની ગરિમાની જાળવણી કરી રહ્યો છે.
જિલ્લા મેડિકલ કોલેજથી માત્ર 3 કિમી અંતરેઃ ઘોગરાપાર વિસ્તારનું નંબર 2 નંબરનું આ બોરધનારા ગામ છે. આ ગામ નલબાડી જિલ્લા મેડિકલ કોલેજથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે અને નલબાડી શહેરથી 12 કિલોમીટર દૂર છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ ગામ આસામના મુખ્યપ્રધાન ડૉ. હેમંત બિસ્વા શર્માના વતન લતીમાની પડખે આવેલું છે. આસામના એક સમયના મુખ્યપ્રધાન બિષ્ણુ રામ મેધીના કાર્યકાળમાં અહીં ગામ સુધી પહોંચવા રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે પૂરમાં તુટી ગયો અને રસ્તાનું નામોનિશાન ન રહ્યું.
5 લોકોનો પરિવાર વસે છેઃ આ ગામમાં અવરજવર કરવા માટે તળાવના કિચડમાં 1 કિલોમીટર જેટલું ચાલવું પડે છે. સતત વરસાદને પરિણામે ગામ સુધી જતા દરેક રસ્તા બિસ્માર થઈ જાય છે અથવા નાશ પામે છે. આ ગામમાં બિમલ ડેકા, અનિમા ડેકા, બે દીકરીઓ અને એક દીકરા સાથે પાંચ લોકોનો પરિવાર વસવાટ કરે છે. આ પરિવાર પાસે અવરજવર માટે એક હોડી છે. સામાન્ય રીતે પરિવાર ખરાબ રસ્તા સુધી પહોંચવા માટે હોડીનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ તેમનો સંપર્ક બહારની દુનિયા સાથે થાય છે.
દીકરીઓ કરે છે કોલેજઃ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગામની વસ્તી માત્ર 16 નોંધવામાં આવી હતી. સરકારની અવગણના અને ગામની ખરાબ હાલતને લઈને લોકો ગામ છોડીને બીજે વસવાટ કરવા જતાં રહ્યા. તાજેતરમાં એક બિન સરકારી સંસ્થાએ આ ગામમાં કૃષિ ફાર્મની સ્થાપના કરી છે. તેમ છતાં વરસાદમાં આ ગામમાંથી બહાર નીકળવું અશક્ય થઈ જાય છે. આ પરિવારની બંને દીકરીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. તેણી કોલેજ જવા માટે ત્રણ કિલોમીટર દૂર ચાલીને સાયકલ સુધી પહોંચે છે અને સાયકલ પર કોલેજ જાય છે.
મુખ્યપ્રધાનના વતનની પડખે છે આ ગામઃ આશ્ચર્યજનક છે કે આસામને મુખ્યમંત્રી દેશના સર્વશ્રેષ્ઠ 5 રાજ્યોમાં લાવવા માંગે છે. જ્યારે તેમના વતનની પડખે આવેલું આ ગામ પાયાની સુવિધા વિહોણું છે. આ દસકાઓથી ચાલી આવતી સરકારી તંત્રની લાપરવાહીનું પરિણામ છે.
- આસામમાં સીએએનો વિરોધ કરનારા એક થઈ ગયા છે : ગૌરવ ગોગોઇ
- આસામના રાજ્યપાલે બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદનો હવાલો સંભાળ્યો