બેંગલુરુ:આજે સવારે નિર્માણાધીન મેટ્રોનો થાંભલો તૂટી પડ્યો (bangalore metro pillar collapse) હતો. એક માતા અને પુત્રી ઘાયલ થયા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના આજે સવારે બેંગલુરુના નાગાવારા વિસ્તારમાંથી સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દંપતી અને તેમના જોડિયા બાળકો - એક પુત્રી અને એક પુત્ર - તેમની બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે લોખંડનો થાંભલો તેમના પર તૂટી પડ્યો હતો. (Bengaluru UnderConstruction Metro pillar collapsed)
આ પણ વાંચો:આખરે જોશીમઠમાં SDRF દ્વારા ક્ષતિગ્રસ્ત ઇમારતોને તોડી પાડવાનું શરૂ
આ અકસ્માતમાં તેજસ્વીની અને તેના પુત્ર વિહાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓ દ્વારા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. (woman and two year son died Metro pillar collapsed ) તેજસ્વનીના પતિ લોહિત અને પુત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, લોહિત બાઇક ચલાવતો હતો અને તેજસ્વિની પાછળ સવાર હતી, બંનેએ હેલ્મેટ પહેર્યુ હતુ.
આ પણ વાંચો:પોલીસ હત્યાનો ગુનો દાખલ કરે: હવે અંજલિના કાકાએ કરી માગ
ધાતુના સળિયાથી બનેલો પિલર લગભગ 40 ફૂટ લાંબો હતો. "મેટ્રોનો થાંભલો તૂટી પડ્યો અને એક બાઇક સાથે અથડાયો, જેના પર ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેજસ્વિની અને તેનો પુત્ર વિહાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક અલ્ટિઅસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, તેઓનું ત્યાં મૃત્યુ થયું હતું,"ડૉ. ભીમાશંકર એસ ગુલેદ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, બેંગલુરુ પૂર્વ.
શ્રી ગુલેડે એમ પણ કહ્યું હતું કે, નિષ્ણાતો થાંભલા તૂટી પડવાના કારણનું વિશ્લેષણ કરવા માટે અકસ્માત સ્થળ પર છે. મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે. તેમણે ધારવાડમાં પત્રકારોને જણાવ્યું હતું કે,"મને હમણાં જ તેના વિશે જાણવા મળ્યું છે, અમે તેની તપાસ કરીશું. અમે થાંભલા તૂટી પડવાનું કારણ શોધીશું અને વળતર આપીશું."બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL) એ પરિવાર માટે ₹ 20 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. BMRCLના મેનેજિંગ ડિરેક્ટર અંજુમ પરવેઝે જણાવ્યું હતું કે તેઓ આંતરિક ઓડિટ પણ શરૂ કરશે.