રાયચૂર(કર્ણાટક): અત્યંત ઝેરી એવો કોબરા સાપ એક કારમાં ઘુસી ગયો હતો. લોકોએ મથામણ કરી પણ સાપ કારમાંથી બહાર ન આવ્યો. લોકોએ કારમાં રહેલા સાપ પર ફિનાઈલ છાંટી દેતા તે બેભાન થઈ ગયો હતો. આ સાપને કૃત્રિમ ઓક્સિજન ચડાવીને બચાવી લેવાયો છે. સાજા થયેલા સાપને જંગલમાં છોડી મુકાયો હતો.
લિન્ગાસુગુર તાલુકાના હટ્ટી ચિનાગની વિસ્તારમાં આ ઘટના બની હતી. એક ટોયોટા ઈનોવા કારમાં અત્યંત ઝેરી એવો કોબરા સાપ જોવા મળ્યો હતો. લોકોએ ખૂબ પ્રયત્ન કર્યો પણ કોબરા કારમાંથી બહાર ન આવ્યો. હટ્ટી ગોલ્ડ માઈનિંગ કંપનીની હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડ. રબિન્દ્રનાથ દ્વારા સાપને બહાર લાવવાની બહુ કોશિશ કરાઈ પણ તેમાં સફળતા મળી નહીં. અંતે સાપને બહાર કાઢવા માટે કારમાં ફિનાઈલનો સ્પ્રે કરવામાં આવ્યો હતો.
ફિનાઈલની વાસને લીધે કોબરા બેભાન થઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર એવા મેડિકલ ઓફિસર અને સર્પ નિષ્ણાંત ખાલિદ કાવૂસે જણાવ્યું કે સાપ ઓક્સિજનના અભાવે બેભાન થઈ ગયો છે. તેણે સાપને સ્ટ્રોની મદદથી ઓક્સિજન આપવાની કોશિશ કરી પણ કોઈ પરિણામ આવ્યું નહીં. સાપ બેભાન જ રહ્યો હતો.
છેવટે કાવૂસ અને લિગાસુગુરના યુરોલોજિસ્ટ તાત્કાલિક બેભાન કોબરાને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં સાપને કુત્રિમ ઓક્સિજન ચડાવવામાં આવ્યો. થોડા સમય બાદ સાપ ભાનમાં આવ્યો. સાજા થયેલા સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો.
સાપને કારમાં જોયા બાદ સ્થાનિક લોકોએ પ્રયત્નો કર્યા પણ સાપ બહાર આવ્યો નહીં. જ્યારે કાવૂસ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે સાપ પર ફિનાઈલનો સ્પ્રે કરી દેવામાં આવ્યો હતો અને સાપ ફિનાઈલની અસરથી બેભાન બની ગયો હતો. કાવૂસે સાપને સ્ટ્રોની મદદથી ઓક્સિજન આપવાની કોશિશ કરી પણ દરેક પ્રયત્ન નિષ્ફળ નિવડ્યા હતા. અંતે સાપને હોસ્પિટલ લઈ જવાયો અને કૃત્રિમ ઓક્સિજનની મદદથી તબીબોએ સાપનો જીવ બચાવ્યો. સાજા થયેલ સાપને સુરક્ષિત રીતે જંગલમાં મુકત કરવામાં આવ્યો.
- Patan News : પાટણ એપીએમસીમાં રુના ઢગલામાંથી સાપ નીકળતા અફડાતફડી મચી
- Surat Snake Rescue : લાડવી ગામે હેરિટેજ હોમ્સમાં ઝેરી કોબ્રા સાપ ઘુસ્યો, જીવદયા પ્રેમીએ કર્યું રેસ્ક્યું