ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Crime: કોર્ટે ઉમેશ પાલ હત્યાકાંડમાં 6 આરોપીઓની પ્રોપર્ટીને એટેચ કરવાનો હુકમ કર્યો

ઉમેશ પાલ હત્યાકાંડમાં 6 આરોપીની પ્રોપર્ટીનો ગુનાની માહિતીમાં સમાવેશ(એટેચ) કરવામાં આવશે. પોલીસ આરોપીઓના ઘરના સમાવેશની નોટિસ પર કાર્યવાહી કરશે.

કોર્ટે ઉમેશ પાલ હત્યાકાંડમાં 6 આરોપીઓની પ્રાપોર્ટીને એટેચ કરવાનો હુકમ કર્યો
કોર્ટે ઉમેશ પાલ હત્યાકાંડમાં 6 આરોપીઓની પ્રાપોર્ટીને એટેચ કરવાનો હુકમ કર્યો

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 12:12 PM IST

Updated : Oct 21, 2023, 3:01 PM IST

પ્રયાગરાજઃ કોર્ટે ઉમેશ પાલ હત્યાકાંડના છ આરોપીઓના ઘરને ગુનાની માહિતીમાં સમાવેશ કરવા માટે આદેશ કર્યો છે. શુક્રવારે કરેલા આદેશ બાદ પોલીસ આરોપીઓના ઘરને સમાવિષ્ટ કરવા માટે કાર્યવાહી કરશે. કોર્ટમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં 6 આરોપીઓ વિરુદ્ધ કલમ 83 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવશે. જેમાં પાંચ લાખના ઈનામી શૂટર ગુડ્ડુ, શાબિર અને અરમાનના ઘરને પણ ગુનાની માહિતીમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

પત્ની અને બહેનના ઘર પર નોટિસઃ આ સાતે શાઈસ્તા પરવીનના જમીનદોસ થયેલા મકાનની ઘરવખરીની માહિતીનો પણ સમાવેશ થશે. તેમજ અતીક અહમદની બહેન આયશા નૂરીના મેરઠ સ્થિત મકાનને પણ ગુનાની માહિતીમાં સમાવેશ કરવામાં આવશે.

અનેક વિસ્તારોમાં પોલીસની કાર્યવાહીઃ કોર્ટે પ્રયાગરાજ પોલીસને ઉમેશ પાલ હત્યાકાંડના 6 આરોપીઓના જોડાણ માટેનો આદેશ આપી દીધો છે. પોલીસ સમગ્ર કાર્યવાહી કલમ 83 અંતર્ગત થયેલા આદેશ પર કરશે. કોર્ટે પોલીસને અતીકની પત્ની શાઈસ્તા પરવીન, તેના ભાઈ અશરફની પત્ની જૈનબ અને બહેન આયશા નૂરી વિરુદ્ધ જોડાણના આદેશ આપ્યા છે.

જમીનદોસ ઘરનો કાટમાળ એટેચ કરાશેઃ આ ઉપરાંત પોલીસ ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ શૂટર અને પાંચ પાંચ લાખના ઈનામી શાબિર અને અરમાન સાથે ગુડ્ડુના ઘરને સમાવિષ્ટ કરવાની કાર્યવાહી કરશે. પોલીસને મળેલા આદેશમાં શાઈસ્તા પરવીનનું ઘર પણ સામેલ છે. આ ઘરને પીડીએ(PDA) દ્વારા પહેલા જમીનદોસ કરાયું હતું. તેથી આ કાટમાળનો સમાવેશ ગુનાની માહિતીમાં કરવામાં આવશે. પૂરામુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશરફની પત્ની જૈનબ ફાતિમાના ઘર અને મેરઠમાં રહેતી અતીકની બેન નૂરીના ઘરનો પણ સમાવેશ કરવામાં આવશે.

15 એપ્રિલે અતીકની હત્યાઃ ઉમેશ પાલ હત્યાકાંડના આરોપીઓમાંથી અતીક અને તેના ભાઈ અશરફની હત્યા 15મી એપ્રિલે થઈ ચૂકી છે. તેના પહેલા 13 એપ્રીલે ઝાંસીમાં અતીક અહમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું એસટીએફની સાથે અથડામણમાં મૃત્યુ થયું હતું. તેમજ અરબાજ અને વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન પોલીસની સાથેની અથડામણમાં માર્યા ગયા હતા.

ઈનામી ભાગેડુઓઃ અતીક અહમદની ભાગેડુ પત્ની શાઈસ્તા પરવીન ઉપર 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. શૂટર શાબિર, અરમાન અને ગુડ્ડુ ઉપર પાંચ પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે હત્યા કાંડના ષડયંત્રમાં સામેલ થવાના આરોપસર અતીકના ભાઈ અશરફની પત્ની રુબી અને અતીકની બહન આયશા નૂરીને વોન્ટેડ જાહેર કર્યા છે.

1 મહિનાથી વધુનો સમયઃ આ દરેક ભાગેડુ આરોપીઓને કોર્ટના આદેશ અંતર્ગત તેમના ઘરો સુધી નોટિસ પહોંચાડવાની અને તેમને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી પોલીસ કરી ચૂકી છે. આ કાર્યવાહીને 1 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો હોવાથી કોર્ટે પોલીસને દરેક આરોપીઓને જોડાણ કરવા માટેનો આદેશ આપ્યો છે. હવે પોલીસ આરોપીઓના જોડાણની કાર્યવાહી હાથ ધરશે.

  1. Atiq Ahmed: સાબરમતી જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવનાર માફિયા અતીકના સાગરિતો કોણ ? કેમ કાર્યવાહી હજી સુધી નથી થઈ?
  2. Atiq and Ashraf murder case: અતીક અને અશરફ હત્યા કેસમાં તપાસ ટીમે ઘટનાસ્થળના દરેક પગલાને માપીને ક્રાઇમ સીન કર્યું રીક્રીએટ
Last Updated : Oct 21, 2023, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details