પ્રયાગરાજ:ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ શૂટર ગુલામનું ઘર સોમવારે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીમે જમીનદોસ્ત કરી દીધું હતું. 5 લાખ રૂપિયાનો ઈનામી શૂટર ગુલામ શિવકુટી પોલીસ સ્ટેશન વિસ્તારના તેલિયારગંજ વિસ્તારનો રહેવાસી છે. શૂટર ગુલામનું ઘર રસુલાબાદ ઈન્ટરસેક્શન પર 350 ચોરસ યાર્ડથી વધુ જમીનમાં બનેલું છે. ઘરની સાથે રોડના ભાગમાં 4 દુકાનો પણ છે.
આ પણ વાંચો:Japanese prime minister: ઈન્ડો-પેસિફિક રણનીતિ પર ચર્ચા, જાપાનના વડાપ્રધાન બે દિવસીય મુલાકાતે
અનેક આરોપીઓ ફરાર: ડિમોલિશનની કાર્યવાહી પહેલા પીડીએ (પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી)ની ટીમ પહોંચી અને દુકાનો ખાલી કરાવી. આ પછી ઘરની અંદર રાખેલો સામાન પણ બહાર કાઢ્યો હતો. આ પછી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, પોલીસ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં ગુલામના ઘરને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ઉમેશ પાલ મર્ડર કેસમાં કેપ પહેરીને દુકાનની અંદરથી ફાયરિંગ કરનાર આરોપીની ઓળખ ગુલામ હસન તરીકે થઈ હતી. હત્યા કેસમાં સંડોવાયેલા અનેક આરોપીઓ ફરાર છે. તેમની શોધમાં ઘણી ટીમો બનાવવામાં આવી છે.