અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીના એક કેમિસ્ટ ઉમેશ કોલ્હે (Umesh Kolhe Murder Case), જેમણે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી, તેની 21 જૂને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. નુપુર શર્માને ટેકો આપનાર ઉમેશ કોલ્હે એકલો જ ન હતો જે જેહાદી ગેંગના રડાર પર હતો. હવે સોશિયલ મીડિયા પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા અન્ય ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકી (Threat Call Clip Viral) મળવાનો મામલો સામે આવ્યો છે.
Umesh Kolhe Murder Case : નુપુર શર્માને સમર્થન કરનારાઓને આવી રહ્યા છે ધમકીભર્યા કોલ આ પણ વાંચો:અમરાવતી કેમિસ્ટ હત્યા કેસના તમામ આરોપી NIAની કસ્ટડીમાં
ધમકીભર્યો કોલ વાયરલ થઈ રહ્યો છે : એવા ઘણા લોકો છે જેમણે નૂપુર શર્માના નિવેદનને સમર્થન આપ્યું હતું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું, જેના પછી તેમને ધમકીભર્યા ફોન (Threat Call Clip Viral) આવવા લાગ્યા હતા. ધમકીભર્યા ફોન કોલમાં તમે સાંભળી શકો છો કે, જે વ્યક્તિને પોસ્ટ હટાવવા માટે કોલ કરવામાં આવી રહ્યો છે, તે વ્યક્તિ પોસ્ટને પછીથી ડિલીટ કરવાની વાત કરી રહી છે. અમરાવતીના અન્ય એક વ્યક્તિ દ્વારા આવો જ ધમકીભર્યો અનામી કોલ આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
હત્યાના આરોપીઓની પોલીસે કરી ધરપકડ :અમરાવતી પોલીસને નૂપુર શર્મા અને કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાને (Umesh Kolhe Murder Case) સમર્થન આપતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ વચ્ચેની લિંક્સ વિશે જાણ હતી, પરંતુ કેસની 'અત્યંત સંવેદનશીલ' પ્રકૃતિને કારણે તે અગાઉ જાહેર કરવામાં આવી ન હતી. પોલીસ કમિશનર આરતી સિંહે સોમવારે આ માહિતી આપી હતી. અમરાવતીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા સિંહે કહ્યું કે, 21 જૂનની હત્યાના મુખ્ય આરોપી સહિત સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે વધુ એક વ્યક્તિની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચો:કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું વિવાદીત નિવેદન, કહ્યું અમે ઈલાજ કરવાનું શરૂ કરી દીધુ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી :તેમણે કહ્યું કે, આ કેસની તપાસ એક-બે દિવસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવશે. પ્રથમ દૃષ્ટિએ, કોલ્હેની હત્યા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન આપવા માટે કરવામાં આવી હતી, જેમની પ્રોફેટ મોહમ્મદ વિશેની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ઘણો આક્રોશ પેદા કર્યો હતો.