ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ULFA News: ઉલ્ફાએ શાંતિ કરાર પર સહી કરી, અમિત શાહે નવા યુગની શરુઆત ગણાવી - અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાની હાજરીમાં ઉલ્ફાએ શાંતિ કરાર પર સહી કરી. આ શાંતિ કરાર ઉલ્ફા, આસામ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો છે. ULFA ASSAM Centre Govt.

ઉલ્ફાએ શાંતિ કરાર પર સહી કરી, અમિત શાહે નવા યુગની શરુઆત ગણાવી
ઉલ્ફાએ શાંતિ કરાર પર સહી કરી, અમિત શાહે નવા યુગની શરુઆત ગણાવી

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 6:35 PM IST

નવી દિલ્હીઃ યુનાઈટેડ લિબરેશન ફ્રંટ ઓફ આસામ(ULFA) દ્વારા શુક્રવારે કેન્દ્ર અને આસામ સરકાર સાથે હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં સામેલ હોવા સહમતિ દર્શાવી છે. શાંતિ કરાર પર ULFAએ સહી પણ કરી છે. આ ઘટનાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નોર્થ ઈસ્ટ માટે નવા યુગની શરુઆત ગણાવી છે.

અધિકારીઓ અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. અરવિંદ રાજખોવાના નેતૃત્વવાળા ઉલ્ફા સંગઠન અને સરકાર વચ્ચે 12 વર્ષની બિન શરતી વાટાઘાટો વચ્ચે શાંતિ કરાર થયો. આ શાંતિ કરારથી આસામમાં દસકાઓ જૂના ઉગ્રવાદનો ખાત્મો થવાની આશા જન્મી છે. જો કે પરેશ બરુઆની અધ્યક્ષતાવાળા ઉલ્ફા કટ્ટરપંથી સંગઠન આ સમજુતિનો ભાગ બન્યું નથી. આ બરુઆ ચીન-મ્યાનમાર સરહદની નજીક કોઈ જગ્યા પર રહે છે.

1979માં અખંડ આસામની માંગ સાથે ઉલ્ફા સંગઠનની રચના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અનેક વિધ્યવંસક ગતિવિધિઓમાં તે સામેલ રહ્યું. જેને લીધે કેન્દ્ર સરકારે 1990માં પ્રતિબંધિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. રાજખોવા જૂથ 3 સપ્ટેમ્બર 2011ના સસ્પેન્શન ઓફ ઓપરેશન્સની સમજૂતિ બાદ સરકાર સાથે શાંતિ વાર્તમાં સામેલ થયું હતું. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહી કરવામાં આવી હતી.

ઉલ્ફા(આઈ)ની ગેરહાજરીમાં વિપક્ષી દળો અને નાગરિક સંગઠનો દ્વારા આ ઘટનાને અધુરુ સમાધાન ગણાવાઈ રહ્યું છે. તેમ છતાં, આ સમાધાન એક માઈલ સ્ટોન સાબિત થશે, કારણ કે 1991 બાદ સંગઠન સાથે વાટાઘાટાનો અનેક પ્રયાસો છતા સફળતા મળતી નહતી.

ઉપરી આસામ જિલ્લાઓમાં 20 યુવાનોના એક ગ્રૂપે 7 એપ્રિલ, 1979ના રોજ શિવસાગરના ઐતિહાસિક અહોમ-કાલીન એમ્ફીથિયેટર રંગ ઘરમાં ઉલ્ફા સંગઠનની સ્થપના થઈ હતી. આ સંગઠન દ્વારા અખંડ આસામની માંગણી પર મક્કમ રહ્યું હતું.

વર્ષ 2011માં સંગઠનનું બીજીવાર વિભાજન થયા બાદ અધ્યક્ષ અરવિંદ રાજખોવા સહિત શીર્ષ નેતાગણ પાડોશી દેશથી આસામ પરત ફર્યા. ત્યારબાદ અખંડ આસામ સિવાયના મુદ્દાઓ માટે વાટાઘાટો કરવા તૈયાર થયા. જેમાં કેન્દ્ર સરકારે 12 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે અગાઉ 1992માં નેતાઓ અને કેડરનો એક વર્ગ વાતચીત માટે તૈયાર થયો હતો. જેના લીધે સંગઠનના બે ભાગ પડી ગયા હતા. જેમાં રાજખોવા અને બરુઆ બંને અખંડ આસામ પર અડગ રહ્યા હતા.

જે લોકો વાટાઘાટોનું સમર્થન કરતા હતા તેમણે સરકાર સમક્ષ આત્મ સમર્પણ કર્યુ અને પોતાના ગ્રૂપને આત્મ સમર્પિત ઉલ્ફા અથવા સલ્ફાના સ્વરુપે જાહેર કર્યુ. 1990 અને 2000 દસકાઓમાં રાજ્યમાં તેમનો બહુ પ્રભાવ હતો. કૉંગ્રેસ અને તેના બાદની સરકારોએ આ ગ્રૂપનો ઉલ્ફા વિરુદ્ધ બહુ ઉપયોગ કર્યો. આરોપ છે કે કૉંગ્રેસ બાદની સરકારે પોતાના બીજા કાર્યકાળ દરમિયાન ઉલ્ફા નેતાઓના પરિવારના સભ્યોની હત્યાઓમાં સલ્ફા ગ્રૂપનો ઉપયોગ કર્યો હતો. ઉલ્ફા શરુઆતમાં પાડોશી નાગાલેન્ડ અને મિઝોરમના ઉગ્રવાદથી પ્રભાવિત હતું અને તેને પોતાના શરુઆતી દિવસોમાં ગ્રામીણ લોકો વચ્ચે લોકપ્રિયતા હાંસલ કરી. આ ગ્રૂપે ગ્રામીણ શિક્ષીત બેરોજગાર યુવાનોને પોતાની તરફ આકર્ષ્યા હતા.

કહેવાય છે કે આ સંગઠન 1985ની પહેલી આસામ ગણ પરિષદ(અગપ) સરકાર દરમિયાન ખૂબ જ પ્રભાવશાળી હતું, પણ રાજ્ય સરકાર અને જનતા બંને સાથે સંબંધ ધીરે ધીરે ખરાબ થયા કારણ કે ઉલ્ફા દ્વારા અપહરણ, જબરદસ્તી વસૂલી અને હત્યાઓ કરવાને લીધે ઉથલ પાથલ મચી ગઈ હતી.

નવેમ્બર 1990માં રાજ્યની સ્થિતિ એક નિર્ણાયક વળાંક પર આવી ગઈ હતી. 28 નવેમ્બર 1990ના રોજ સેનાએ ઉલ્ફા વિરુદ્ધ ઓપરેશન બજરંગ શરુ કરી દીધું. તેના બીજા દિવસે પ્રફુલ્લ મહંત નીતે અગપ સરકારને રદ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું. ઓપરેશન બજરંગની શરુઆત સાથે જ 1,221 ઉગ્રવાદીઓની ધરપકડ થઈ. આસામને અશાંત વિસ્તાર જાહેર કરી દેવાયો. તેની સાથે ઉલ્ફા અલગાવવાદી અને ગેરકાયદેસર સંગઠન જાહેર કરી દેવાયું. જેની અસર હજૂ સુધી યથાવત છે.

ABOUT THE AUTHOR

...view details