ન્યુઝ ડેસ્ક: યુક્રેનમાં ઓછામાં ઓછા 16 બાળકો રશિયા દ્વારા બોમ્બ ધડાકા અને ગોળીબાર (Russian invasion of Ukraine)ને કારણે મૃત્યુ પામ્યા છે અને નાગરિકોની જાનહાનિ મોટી છે, એમ ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઇગોર પોલિખાએ જણાવ્યુ હતુ.
16 યુક્રેનિયન બાળકો માર્યા ગયા
દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા રાજદૂતે કહ્યું કે, યુક્રેન પર રશિયન આક્રમણ દરમિયાન 16 યુક્રેનિયન બાળકો માર્યા ગયા (16 Ukrainian children killed) છે. તેમણે કહ્યું, "અમે ઘણી બધી નાગરિક જાનહાનિ સહન કરી રહ્યા છીએ. અમારા મંત્રાલયની સત્તાવાર માહિતી અનુસાર, રશિયન શાંતિ-લડાઈ ઓપરેશન દ્વારા બોમ્બ ધડાકા અને ગોળીબારમાં પહેલાથી જ 16 બાળકો માર્યા ગયા છે."
5,300 રશિયન સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો
ડૉ. ઇગોરે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 5,300 રશિયન સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો (5,300 Russian soldiers dead) છે. "યુરોપની એર સ્પેસ ગઈકાલે રશિયન એરોપ્લેન માટે બંધ કરવામાં આવી હતી. રશિયન અર્થવ્યવસ્થા દરરોજ અપંગ થઈ રહી છે. રશિયામાં એકદમ અભૂતપૂર્વ જાનહાનિ થઈ રહી છે. લગભગ 5,300 રશિયન સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે,"