નવી દિલ્હીઃયુક્રેનમાં રશિયાનો હુમલો (Russia Attack Ukraine)શરૂ થઈ ગયો છે. તે જ સમયે, યુક્રેન વિશ્વના મોટા દેશોને આ મામલે મદદ માટે વિનંતી કરી રહ્યું છે. યુક્રેને ભારત પાસે મદદ માંગી (Ukraine Seek India Help) છે. યુક્રેનના રાજદૂતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Ukraine Embassy to PM Modi)ને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો:જે દેશો એક બીજાના હતા ગાઢ મિત્ર, એ કઈ રીતે બન્યા દુશ્મન, 30 વર્ષમાં બદલાઈ સ્થિતિ...
ભારત અને રશિયા વચ્ચેના સંબંધો
યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધો (India Russia Relationship) સારા છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે પીએમ મોદીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો:Russia Ukraine Crisis: શા માટે રશિયા યુક્રેનને દબાવી રહ્યું છે, જાણો કોની કેટલી તાકાત...
યુક્રેનમાં ભારતીયોની સુરક્ષા પર ભારતની નજર
રશિયા અને યુક્રેનમાં તણાવ વચ્ચે ભારત કિવમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગો શોધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, આજે વિદેશ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે, જેમાં કિવમાંથી ભારતીયોને બહાર કાઢવાના વૈકલ્પિક માર્ગો પર વિચારણા કરવામાં આવી રહી છે. યુક્રેન તેના નાગરિકોને બહાર કાઢવા માટે વૈકલ્પિક હવાઈ માર્ગો સક્રિય કરવા સહિતની આકસ્મિક યોજના પર કામ કરી રહ્યું છે.