નવી દિલ્હીઃરશિયાઅને યુક્રેન વચ્ચેનો તણાવ ભારતીય લોકો માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. કિવમાં ભારતીય દૂતાવાસે (Embassy of India in Kyiv) યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય લોકોને અનિશ્ચિત વાતાવરણમાં અસ્થાયી રૂપે યુક્રેન છોડવાની (Indians to leave Ukraine temporarily) સલાહ આપી છે. દૂતાવાસની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, યુક્રેનમાં રહેતા ભારતીયોએ અસ્થાયી રૂપે યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળોએ જવું જોઈએ.
યુક્રેનમાં યુદ્ધનો ભય વધુ ઘેરો, ભારતીય લોકોને દેશ છોડવાની સલાહ આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય દૂતાવાસ બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઈ
16 ફેબ્રુઆરી યુક્રેન પર રશિયાના હુમલાનો દિવસ હશે
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ રશિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટ કરીને તેણે લખ્યું કે, રશિયા યુક્રેન પર હુમલો કરવા જઈ રહ્યું છે અને તેના માટે 16 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. વ્લાદિમીર ઝેલેન્સકીએ પોસ્ટમાં લખ્યું કે, '16 ફેબ્રુઆરી યુક્રેન પર રશિયાના હુમલાનો દિવસ હશે.'
આ પણ વાંચો:વિદેશ પ્રધાન એસ. જયશંકરે ખાડી દેશોમાં ભારતીય રાજદૂતો સાથે બેઠક યોજી
પુતિને હુમલો કરવાનું નક્કી કર્યું
વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકા યુક્રેન પર રશિયાના વર્તમાન ખતરા પર ભારત સહિતના સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. પેન્ટાગોનએ (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું કાર્યાલય) કહ્યું કે, "US હજુ પણ માનતું નથી કે, પુતિને હુમલો કરવાનું નક્કી કર્યું છે, પરંતુ શક્ય છે કે તેઓ ચેતવણી આપ્યા વિના આગળ વધી શકે છે."