નવી દિલ્હીઃરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (Russia Ukraine War) વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister narendra modi) સાથે ફોન પર વાત (ukrain pm spoke with narendra modi) કરી. ઝેલેન્સકીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી, સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ સમયે 1 લાખથી વધુ સૈનિકોએ તેમની જમીન પર હુમલો કર્યો છે. તેમણે પીએમ મોદીને રાજકીય સમર્થનની અપીલ કરી છે. ઝેલેન્સકીએ એક ટ્વીટમાં કહ્યું છે કે, તેમણે ભારતને સુરક્ષા પરિષદમાં યુક્રેનને સમર્થન આપવા વિનંતી કરી છે.
આ પણ વાંચો:યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓનો રોષ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પર ઠાલવ્યો ગુસ્સો