લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટ મુજબ 21 એપ્રિલે બોરિસ જ્હોન્સન ગુજરાતની મુલાકાતે (PM Boris Johnson Gujarat Visits) આવી રહ્યા છે. આ મુલાકાતથી બોરિસ જ્હોન્સન પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન બનશે. તેઓ તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે ગહન ચર્ચા માટે આગામી સપ્તાહે ભારતની બે દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચશે. બ્રિટનના વડાપ્રધાન તરીકે જોન્સનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. ગુજરાત વડાપ્રધાન મોદીનું હોમ ટાઉન (PM Modi Gujarat Visits) છે. ડાઉનિંગ સ્ટ્રીટે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુકે અને ભારત બન્ને મુખ્ય ઉદ્યોગોમાં રોકાણની જાહેરાત કરશે. ત્યારબાદ જ્હોન્સન 22 એપ્રિલે મોદીને મળવા નવી દિલ્હી જશે, જ્યાં ભારત-યુકે વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં (PM JOHNSON DEPTH TALKS WITH MODI) આવશે.
આ પણ વાંચો :President visits Gujarat : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી
લોકશાહી દેશો સાથે મિત્રતા :ભારતની મુલાકાત પહેલા જ્હોન્સને કહ્યું હતું કે, મારી ભારતની મુલાકાત દરમિયાન મારું ધ્યાન રોજગાર નિર્માણ, આર્થિક વિકાસ, ઉર્જા સુરક્ષા અને બન્ને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ પર રહેશે. તેમણે વધુમાં તેમણે કહ્યું કે, અમે નિરંકુશ રાજ્યો તરફથી અમારી શાંતિ અને સમૃદ્ધિ સામે ખતરાનો સામનો કરી રહ્યા છીએ, તેથી લોકશાહી દેશો મિત્રો તરીકે સાથે રહે તે જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત, એક મોટી આર્થિક શક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, આ અનિશ્ચિત સમયમાં બ્રિટન માટે અત્યંત મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે.