- બ્રિટન દ્વારા ભારતનું નામ "લાલ" યાદીમાંથી કાઢીને 'એમ્બર' યાદીમાં
- 10 દિવસ ક્વોરોન્ટાઈન બ્રિટન દ્વારા કરવામાં આવ્યું મરજીયાત
- ભારત અને યુકે વચ્ચે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ
લંડન: બ્રિટને રવિવારે ભારતનું નામ "લાલ" યાદીમાંથી કાઢીને 'એમ્બર' યાદીમાં મૂકીને દેશ માટે પ્રવાસ પ્રતિબંધ હળવો કર્યો. આનો મતલબ એ છે કે, યુકે પહોંચ્યા બાદ 10 દિવસ સુધી કોરોના રસીના તમામ ડોઝ લેનાર ભારતીય પ્રવાસીઓ માટે તે હવે ફરજિયાત રહેશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (Department of Health and Social Care-DHSC) એ પુષ્ટિ કરી છે કે, રવિવારે સવારે 4 વાગ્યા સુધીમાં, ભારતમાંથી આવતા તમામ લોકો, જેમણે ભારતમાં રસીકરણ કર્યું છે, જેમને એમ્બર યાદીમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો:બોમ્બ બ્લાસ્ટમાં અફઘાન એરફોર્સના પાયલોટનું મોત, વાહનને નિશાન બનાવી કર્યો વિસ્ફોટ
10 દિવસનું ક્વોરોન્ટાઇન મરજીયાત
વ્યક્તિ દીઠ 1,750 પાઉન્ડના વધારાના ખર્ચે સરકાર દ્વારા મંજૂર કરાયેલા આઈસોલેટ સેન્ટરમાં ફરજિયાત 10 દિવસ હોટલ આઈસોલેટ (hotel isolation) હવે લાગુ પડશે નહીં, પરંતુ યુકે અથવા યુરોપમાં રસીકરણ કરાયેલા લોકોને જ ઘર ક્વોરોન્ટાઈન લાગુ પડશે. DHSCના એક સૂત્રએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં વિવિધ પ્રકારની કોરોના રસીઓ લગાવવામાં આવી રહી છે.