- દેશભરમાં 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન નિઃશુલ્ક અપાઈ રહી છે
- UGCએ વેક્સિનેશન અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર (Thank You PM) વ્યક્ત કર્યો
- UGCએ તમામ યુનિવર્સિટી, કોલેજ અને ટેક્નિકલ સંસ્થાઓને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા બેનર્સ (Banners) લગાવવા કર્યો નિર્દેશ
ન્યૂઝ ડેસ્કઃ દેશભરમાં કોરોનાને હરાવવા માટે કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે જોડાઈ છે. ત્યારે UGCએ 18 વર્ષથી વધુ વયના લોકો માટે નિઃશુલ્ક વેક્સિનેશન શરૂ કરવા બદલ વડાપ્રધા નરેન્દ્ર મોદીનો આભાર (Thank You PM) વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો-ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં "ઓન ધ સ્પોટ" વેક્સિનેશનનો કરાયો શુભારંભ
શૈક્ષણિક સંસ્થાનોને ઈન્ટરનેટ મીડિયા પેજ પર બેનર લગાવવા UGCનો નિર્દેશ
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, વિવિધ યુનિવર્સિટીઝના અધિકારીઓને રવિવારે મોકલવામાં આવેલા એક મેસેજમાં UGCના સચિવ રજનીશ જૈને સંસ્થાનોને પોતાના ઈન્ટરનેટ મીડિયા પેજ પર પણ બેનર લગાવવા કહ્યું છે. જોકે, તેમની ટિપ્પણી માટે કરવામાં આવેલા કોલનો તેમણે જવાબ નથી આપ્યો, પરંતુ ત્રણ યુનિવર્સિટીઝના અધિકારીઓએ આ નિર્દેશ મળ્યા હોવાની પુષ્ટિ કરી છે. UGCના સચિવના કથિત સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર 18 વર્ષ અને તેનાથી વધુ વયના લોકોને 21 જૂનથી વિનામૂલ્યે કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરી રહી છે. આ તબક્કામાં યુનિવર્સિટીઝ અને કોલેજોથી આ હોર્ડિંગ્સ અને બેનર્સ પોતાના સંસ્થાનોમાં લગાવવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો-"વેલ ડન ઇન્ડિયા": રસીકરણના પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ
હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં લગાવવામાં આવશે બેનર્સ
તમામ સંસ્થાનોમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં હોર્ડિંગ્સ અને બેનરની સારી ડિઝાઈન રાખવામાં આવશે. આ ડિઝાઈન માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઉપલબ્ધ કરાવી છે. પોસ્ટરમાં વડાપ્રધાનનો એક ફોટો છે. આ સાથે જ પોસ્ટર્સમાં 'આભાર વડાપ્રધાન મોદી' લખેલું છે.