મુંબઈ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષી ગઠબંધનને ભારત નામ આપવા પર નિશાન સાધવામાં આવ્યું હતું. ત્યારે શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી બદલ ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (UBT) અને સંભાજી બ્રિગેડના કાર્યકરોને સંબોધતા કહ્યું કે, ભારત ગઠબંધનમાં એવા પક્ષોનો સમાવેશ થાય છે જે લોકશાહી અને આઝાદીને છીનવી લેનારાઓનો વિરોધ કરે છે. વિપક્ષી ગઠબંધન અંગે મોદીની ટિપ્પણી પર ઉદ્ધવ ઠાકરેએ પલટવાર કર્યો છે.
PM મોદીની ટિપ્પણી : ઉલ્લેખનિય છે કે, નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધનનું નામ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીન જેવું હોવાને લઈને પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ વિપક્ષી ગઠબંધનની વડાપ્રધાનની ટીકાનો ઉલ્લેખ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, માત્ર દેશનું નામ ઉપયોગ કરવાથી લોકો ભરમાશે અથવા ગેરમાર્ગે દોરાશે નહીં. અન્ય પક્ષોના નેતાઓને સામેલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ આયારામ એટલે કે પક્ષ બદલતા લોકોની પાર્ટી બની ગઈ છે. થોડા સમયમાં અયારામ મંદિરનું નિર્માણ કરશે.