ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનને આપી લીલી ઝંડી, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો કર્યો વિરોધ - મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન

આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે શિવસેના પહેલાથી જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહી છે, કેમકે આનાથી વધારે ફાયદો ગુજરાતને થશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનને આપી લીલી ઝંડી
ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનને આપી લીલી ઝંડી

By

Published : Sep 21, 2021, 2:11 PM IST

  • મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનની ઉદ્ઘવ ઠાકરેએ આપી મંજૂરી
  • અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનનો કર્યો વિરોધ
  • કહ્યું- અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન રાજ્ય માટે વધારે ફાયદાકારક નથી
  • મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન મહારાષ્ટ્ર માટે વધારે લાભદાયી હોવાનો કર્યો દાવો

મુંબઈ: કેન્દ્રની મોદી સરકારે જ્યારે સત્તા સંભાળી હતી ત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કહી હતી. આ કેન્દ્રનો મહત્વાકાંક્ષી પ્રોજેકેટ્ છે, પરંતુ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને લઇને વધારે ગંભીર નથી જોવા મળી રહી. આના પર સીએમ ઠાકરેએ એક મોટું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે. આ તક પર સીએમ ઠાકરેએ અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનનો વિરોધ કરતા કહ્યું કે, આની તુલનાએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન રાજ્ય માટે વધારે લાભદાયી થશે.

મરાઠાવાડા મુક્તિ સંગ્રામ દિવસ કાર્યક્રમમાં બોલ્યા ઠાકરે

તો આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે શિવસેના પહેલાથી જ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહી છે, કેમકે આનાથી વધારે ફાયદો ગુજરાતને થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સીએમ ઠાકરેએ આ નિવેદન મરાઠાવાડા મુક્તિ સંગ્રામ દિવસ કાર્યક્રમ દરમિયાન કર્યું. તો ત્યારબાદ એ ચર્ચા શરૂ થઈ કે શું મહારાષ્ટ્રને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની જરૂરીયાત છે?

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્રને નુકસાન?

કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યના વિકાસ માટે બુલેટ ટ્રેનને મહત્વપૂર્ણ શહેરો સાથે જોડવામાં આવે એ કારણે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકાર સમર્થન કરી રહી છે. જાણકારી પ્રમાણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર 5-5 હજાર કરોડ રૂપિયા આપશે. કેન્દ્રના આ મહત્વના પ્રોજેક્ટ પર શિવસેનાએ કહ્યું કે, આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રને વધારે ફાયદો નહીં મળે. બુલેટ ટ્રેન પર કુલ 12 સ્ટેશન હશે. મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર ઉપરાંત અન્ય 8 સ્ટેશન ગુજરાતમાં હશે. આ ઉપરાંત શિવસેનાના કેટલાક નેતાઓએ ત્યાં સુધી કહ્યું કે, મુંબઈને અમદાવાદથી જોડવાથી વેપાર ક્ષેત્રમાં સમૃદ્ધિ નહીં આવે.

વધુ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાથી વાપી સુધીના રેલવે ટ્રેક માટે ટેન્ડર બહાર પડાયું, જાણો કેવા હશે ટ્રેનના કોચ...

વધુ વાંચો:Bullet Train Project : ટ્રેક નિર્માણ માટે બે જાપાની કંપનીઓ સાથે MOU, ટૂંક સમયમાં નિર્માણ શરૂ થશે

ABOUT THE AUTHOR

...view details