ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kanhaiya Lal murder case : ATSએ વધુ ચાર આરોપીઓની કરી અટકાયત - NIA અને ATS એ કાર્યવાહી કરી

ઉદયપુર હત્યા કેસમાં(Kanhaiya Lal murder case) ATSએ રવિવારે મોડી રાત્રે વધુ ચાર આરોપીઓની અટકાયત કરી(ATS arrested four more accused) છે. આરોપ છે કે આમાંથી બે આરોપીઓએ હત્યારા ગૌસ મોહમ્મદને પાકિસ્તાન મોકલી દીધો હતો. ATS આ કેસ મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે.

Kanhaiya Lal murder case
Kanhaiya Lal murder case

By

Published : Jul 4, 2022, 5:21 PM IST

ઉદયપુર : રાજસ્થાન ઉદયપુરમાં 28 જૂનના દિવસે કન્હૈયા લાલ સાહુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી(Kanhaiya Lal murder case) હતી. NIA અને ATS આ મામલે સતત કાર્યવાહી કરી રહી(NIA and ATS took action) છે. ATS દ્વારા રવિવારે મોડી રાત્રે વધુ ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ATSએ રવિવારે રાત્રે ચારેય આરોપીઓને ઉદયપુરના ધાર્મિક સ્થળ પરથી અટકાયતમાં લીધા છે. જેમાં અબ્દુલ રઝાક, રિયાસત હુસૈન, વસીમ અતહારી, અખ્તર રઝાનો સમાવેશ થાય છે. તેમના પર બે ગૌસ મોહમ્મદને પાકિસ્તાન મોકલી દેવાનો આરોપ છે.

આ પણ વાંચો - ઉદયપુરના હત્યાકાંડના ગુનેગારોને પોલીસે દબોચ્યા, જૂઓ વીડિયો

સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે - દરજી કન્હૈયાલાલની હત્યા બાદ ઉદયપુરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે રવિવારે કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં 10 કલાક માટે રાહત આપી હતી. હવે કર્ફ્યુમાં આજે 12 કલાક માટે રાહત આપવામાં આવી છે. આજે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી બજારો ખુલ્લી રહેશે. ઈન્ટરનેટ સેવા પણ આજે બપોર સુધીમાં પુનઃસ્થાપિત થઈ જવાની આશા છે. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત પણ આજે ઉદયપુર જવા રવાના થશે. તેઓ મૃતક કન્હૈયાલાલના ઘરે જઈને સંવેદના વ્યક્ત કરશે.

આ પણ વાંચો - Udaipur Murder Case : મૃતકના પત્ની શોદાએ કહ્યું હત્યારાઓને ફાંસી આપો...

દુકાન બહાર હજી પણ આ વસ્તું પડી છે - જો કે, ભૂત મહેલની આસપાસની ગલીઓ હજુ પણ તેની સંપૂર્ણ ભવ્યતામાં પાછી આવી શકી નથી. કન્હૈયા લાલની દુકાનની બહાર આજે પણ કન્હૈયાની ટોપી પડી છે, જે તે ભયાનક દ્રશ્યને દર્શાવી રહી છે. 28 જૂને કન્હૈયાલાલની ઉદયપુરમાં બે લોકોએ તેની દુકાનમાં ઘૂસીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપીએ હત્યા પહેલા અને પછીનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેણે વડાપ્રધાનને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ઘટના બાદ જ પોલીસે બંને મુખ્ય આરોપીઓને પકડી લીધા હતા. બાદમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details