ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવામાં સળગતા મૃતદેહ નીચે પડયા, હૈયું કંપાવી નાખે તેવી ઘટના - DGCA ordered an inquiry

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના પર, ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણના ((Uttarakhand Civil Aviation Development Authority)) મુખ્ય કાર્યકારી અધિકારી સી રવિશંકરે કહ્યું કે રુદ્રપ્રયાગ DMની અધ્યક્ષતામાં મેજિસ્ટ્રિયલ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં, કેદારનાથમાં હેલી સેવાઓ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પાયલોટ સહિત 7 લોકોના મોત, DGCAએ આપ્યા તપાસના આદેશ આપ્યા
પાયલોટ સહિત 7 લોકોના મોત, DGCAએ આપ્યા તપાસના આદેશ આપ્યા

By

Published : Oct 18, 2022, 4:59 PM IST

Updated : Oct 18, 2022, 7:58 PM IST

દેહરાદૂન:કેદારનાથ નજીક ગરુડચટ્ટીમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણ(Uttarakhand Civil Aviation Development Authority)ના મુખ્ય કાર્યકારી અધિકારી (UCADA ના CEO) સી રવિશંકરે પ્રેસ કોન્ફરન્સમાં કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટના વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં મુંબઈના પાયલોટ અનિલ સિંહ સહિત અન્ય છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ગુજરાતના ત્રણ, તમિલનાડુુંના ત્રણ મુસાફરોના મોત થયા છે.પ્રાથમિક દૃષ્ટિએ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે થઈ હોવાનું જણાય છે. રૂદ્રપ્રયાગ ડીએમની અધ્યક્ષતામાં મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે કેદારનાથમાં હવામાન હંમેશા પ્રતિકૂળ રહે છે. આને ધ્યાનમાં રાખીને, પાયલોટે પોતે નક્કી કરવાનું છે કે ઉડાન ભરવી કે નહીં. હાલમાં, કેદારનાથમાં હેલી સેવાઓ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકોના નામ

અનિલ સિંહ – પાઈલટ (ઉંમર 57 વર્ષ), નિવાસી – મુંબઈ, મહારાષ્ટ્ર.

ઉર્વી બારડ (ઉંમર 25 વર્ષ), રહેવાસી – ભાવનગર, ગુજરાત.

કૃતિ બારડ (ઉંમર 30 વર્ષ), નિવાસી – ભાવનગર, ગુજરાત.

પૂર્વા રામાનુજ (ઉંમર 26 વર્ષ)), રહેવાસી - ભાવનગર, ગુજરાત.

સુજાતા (ઉંમર 56 વર્ષ), રહેવાસી - અન્ના નગર, ચેન્નાઈ.

કાલા (ઉંમર 50 વર્ષ), રહેવાસી - અન્ના નગર, ચેન્નાઈ.

પ્રેમ કુમાર (ઉંમર 63 વર્ષ) , રહેવાસી - અન્ના નગર, ચેન્નાઈ.

Last Updated : Oct 18, 2022, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details