- Uber કેબ બુક કરાવવા એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે
- WhatsApp પર રજિસ્ટ્રેશન, ટ્રાવેલ બુકિંગ અને ટ્રાવેલ રિસિપ્ટ મેળવી શકશો
- લખનૌમાં પ્રાયોગિક ધોરણે આ પ્રયોગ થઈ રહ્યો છે
નવી દિલ્હી: Uber અને WhatsAppએ ગુરુવારે દેશના લોકોને WhatsApp દ્વારા મુસાફરી બુક (uber cab on whatsapp in india) કરવાની સુવિધા આપવા માટે ગુરૂવારના ભાગેદારીની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ભાગીદારી (Uber Whatsapp Partnership) સાથે રાઇડર્સે હવેUber એપ ડાઉનલોડ કરવાની કે તેનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. યૂઝરને રજિસ્ટ્રેશન, ટ્રાવેલ બુકિંગ (uber travel booking in india)થી લઈને ટ્રાવેલ રિસિપ્ટ (uber travel receipt) મેળવવા સુધીની તમામ બાબતો WhatsApp ચેટ ઈન્ટરફેસમાં ઉપલબ્ધ હશે.
Uber માટે આ પ્રથમ વૈશ્વિક પહેલ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ Uber માટે આ પ્રથમ વૈશ્વિક પહેલ છે, જે રાઈડનું બુકિંગ WhatsApp (uber booking on whatsapp app) મેસેજ મોકલવા જેટલું જ સરળ બનાવી દેશે. નિવેદનમાં જણાવાયું છે કે, તેને ઉત્તર લખનૌમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં અન્ય ભારતીય શહેરોમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે.
મુસાફરોને સવારી કરવાની નવી રીત આપશે Uber
Uber APAC વરિષ્ઠ નિયામક (બિઝનેસ ડેવલપમેન્ટ) નંદિની મહેશ્વરી (uber apac senior director nandini maheshwari)એ જણાવ્યું હતું કે, “અમે બધા ભારતીયો માટે Uberથી મુસાફરી (travel through uber in india) કરવાનું શક્ય તેટલું સરળ બનાવવા માંગીએ છીએ અને તે કરવા માટે અમારે તેઓને અનુકૂળ હોય તેવા પ્લેટફોર્મ પર તેમની સાથે કનેક્ટ થવાની જરૂર છે. WhatsApp સાથેની અમારી ભાગીદારી માત્ર આ હેતુ માટે કરવામાં આવી છે, જે એક સરળ, સાહજિક અને વિશ્વસનીય ચેનલ દ્વારા મુસાફરોને સવારી કરવાની એક નવી રીત આપશે."