ગુજરાત

gujarat

By

Published : Jun 25, 2022, 10:59 AM IST

ETV Bharat / bharat

2 યુવકોએ શિવલિંગ સાથે એવું કર્યું કે લોકોમાં જોવા મળ્યો રોષ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક (youths anointing Shivling beer Chandigarh) વીડિયોને કારણે હિન્દુ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં પંજાબના (viral video social media) ચંદીગઢમાં બે યુવકો પવિત્ર શિવલિંગ પર બિયર રેડી રહ્યા છે.

2 યુવકોએ શિવલિંગ સાથે એવું કર્યું કે લોકોમાં જોવા મળ્યો રોષ
2 યુવકોએ શિવલિંગ સાથે એવું કર્યું કે લોકોમાં જોવા મળ્યો રોષ

ચંડીગઢઃસોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો (youths anointing Shivling beer Chandigarh) છે. આ વીડિયોમાં બે યુવકો શિવલિંગ પર બિયરનો અભિષેક કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ યુવકોના (youths pouring beer Shivling Chandigarh) વીડિયોમાં એક યુવક શિવલિંગ પર બિયરનો અભિષેક કરી રહ્યો છે અને અન્ય યુવક વીડિયો બનાવી (viral video social media) રહ્યો છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 122.69 લાખ મકાનો મંજૂર : સરકાર

હિન્દુ સમાજમાં ભારે આક્રોશ: બંને યુવકો નશાની હાલતમાં હોવાનું કહેવાય છે અને તેના કારણે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે. આ વીડિયોમાં ભોલે બાબાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરવામાં આવ્યું છે. વીડિયો બનાવ્યા બાદ આરોપી દ્વારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વિરોધ પ્રદર્શન કરવાની ધમકી:હિન્દુ સમુદાયે ફરિયાદ નોંધાવી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને સાથે જ સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઘટનાથી નારાજ હિંદુ સમુદાય ન્યાયની માંગ કરી રહ્યો છે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે તે માટે વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી રહ્યો છે.

આ પણ વાંચો:કેરળમાં રાહુલ ગાંધીની ઓફિસ પર હુમલો, ADGP કરશે તપાસ

પોલીસમાં ફરિયાદ: સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનાને અંજામ આપનારા લોકો ચંદીગઢના વિકાસ નગરના રહેવાસી છે, તેમની ઓળખ વિકાસ નગરના રહેવાસી નરેશ ઉર્ફે કાલા તરીકે થઈ છે. આ ઘટનાને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details