ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂકાદાના બે વર્ષ : રામ મંદિરનો પાયો તૈયાર, મસ્જીદની જમીનનો નકશો NOCથી વંચિત

રામ મંદિર અને બાબરી મસ્જીદ (Babri Masjid )વિવાદ પર સુપ્રિમ કોર્ટના (Supreme Court) ચૂકાદાના આજે 9 નવેમ્બરના રોજ 2 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રામ મંદિરનો (Ram Mandir) પાયો તૈયાર થઈ ગયો છે, તો બીજી બાજુ મસ્જિદ અને તેની સાથે બનાવવામાં આવનારી હોસ્પિટલનો નકશો હજૂ પણ પાસ થયો નથી.

રામ મંદિર અને બાબરી મસ્જીદ વિવાદ પર સુપ્રિમ કોર્ટના ચૂકાદાના બે વર્ષ
રામ મંદિર અને બાબરી મસ્જીદ વિવાદ પર સુપ્રિમ કોર્ટના ચૂકાદાના બે વર્ષ

By

Published : Nov 9, 2021, 12:45 PM IST

  • સુપ્રિમ કોર્ટના ચૂકાદાના આજે 9 નવેમ્બરના રોજ 2 વર્ષ પૂર્ણ
  • મસ્જિદ બનાવવા માટે જમીનનો નકશો હજૂ સુધી નથી થયો પાસ
  • ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરની બની જશે

હૈદરાબાદ: દેશની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) બે વર્ષ પહેલા 2019માં આજના દિવસે અયોધ્યા વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયને બે વર્ષ વીતી ગયા છે. આ સમય દરમિયાન, કોરોના મહામારી ટોંચ પર હતી, પરંતુ હાલ રામ મંદિરનો (Ram Mandir) પાયો તૈયાર છે. પરંતુ, ધન્નીપુરમાં મસ્જિદ (Babri Masjid ) બનાવવા માટે પાંચ એકર જમીનનો નકશો હજુ સુધી પાસ થઈ શક્યો નથી.

રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠક યોજાશે

14 નવેમ્બરે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ત્રિમૂર્તિ ભવન ઓડિટોરિયમમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાવા જઈ રહી છે. આ માટે તમામ સભ્યોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બેઠકમાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધી થયેલા કામની સમીક્ષા કરવામાં આવશે અને થવાના કામ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં ચાર હજાર કરોડનું દાન આવ્યું છે.

ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરની બની જશે

રામ ચબૂતરા માટે 4500 ઘનફૂટમાં બેંગ્લોરથી ટ્રકો દ્વારા પથ્થરો મંગાવવામાં આવી રહ્યા છે. એપ્રિલ 2022 પહેલા રામ મંદિર આકાર લેવાનું શરૂ થઈ જશે. ડિસેમ્બર 2023માં ભક્તો માટે મંદિરના દરવાજા ખોલવામાં આવશે.

મસ્જિદ માટે ઘણા NOC અપલોડ કરવા જરૂરી

ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF) એ સરકાર તરફથી મળેલી ધન્નીપુરમાં પાંચ એકર જમીન પરની મસ્જિદ અને હોસ્પિટલનો નકશો પાસ કરવા માટે ઓનલાઈન નકશો સબમિટ કર્યો હતો. ઓનલાઈન નકશો અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને સુપરત કરવામાં આવ્યો છે, પરંતુ ઓનલાઈન સિસ્ટમમાં ઘણા NOC અપલોડ કરવા જરૂરી છે. તેને IICF પાસેથી મેળવવા માટે કાર્યવાહી ચાલુ છે.

આ નિર્ણય 5 જજોની બેન્ચે આપ્યો હતો

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની 5 જજોની વિશેષ બેન્ચે સર્વસંમતિથી અયોધ્યા વિવાદ પર ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર બેન્ચમાં હાજર હતા.

અલ્હાબાદ હાઈકોર્ટનો શું નિર્ણય હતો

સુપ્રીમ કોર્ટ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. 30 સપ્ટેમ્બર 2010ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે 2.77 એકર જમીન ફાળવી હતી. આ જમીન કોર્ટ દ્વારા સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વિરાજમાન વચ્ચે વહેંચવામાં આવી હતી. કોર્ટે આ જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વિરાજમાન વચ્ચે સમાનરૂપે વહેંચવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેના પર લાંબી સુનાવણી બાદ શનિવારે (9 નવેમ્બર) સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને રામલલાને વિવાદિત જમીન આપવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details