મુંબઈઃમહારાષ્ટ્રના નાગપુરમાં લેસ્બિયન (Two Women in Relationship)ની રિંગ સેરેમનીના સમાચાર આવ્યા છે. તાજેતરમાં, એક 'કમિટમેન્ટ રિંગ સેરેમની'માં, બંને મહિલા ડૉક્ટરોએ જીવનભર એકબીજાનો હાથ પકડવાનો સંકલ્પ લીધો છે. આજીવન મિત્ર બનવાનો નિર્ણય લેનાર બંને મહિલા ડૉક્ટરો ગોવામાં લગ્ન કરશે.
લાઈફ ટાઈમ કમિટમેન્ટ
આ મહિલા ડૉક્ટરોમાંથી એક ડૉ. પરોમિતા મુખર્જી (Dr. Paromita Mukherjee on marriage)એ કહ્યું કે, અમે આ સંબંધને 'લાઈફ ટાઈમ કમિટમેન્ટ' નામ આપ્યું છે. અમે ગોવામાં લગ્ન (lesbian gets marry in goa) કરવાનું વિચારી રહ્યા છીએ. ડો. પારોમિતાએ જણાવ્યું કે, મારા પિતા 2013થી મારા જાતીય અભિગમથી વાકેફ છે. તાજેતરમાં જ્યારે મેં મારી માતાને આ વાત કહી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ બાદમાં તે પણ સંમત થઈ ગઈ, કારણ કે તે મને ખુશ જોવા માંગે છે.
જ્યારે મેં મારા માતાપિતાને કહ્યું