ચેન્નઈતમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને કોઈનું પણ માથું હચમચી જશે. ડાન્સર રમેશની બીજી પત્ની જે સોશિયલ મીડિયા પર તેના વીડિયો માટે પ્રખ્યાત બની હતી, તેણે મંગળવારે ચેન્નઈ પોલીસ કમિશનરની ઓફિસમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે, તેનો પતિ 11 ઓગસ્ટથી ગુમ છે અને શંકા છે કે તેની પહેલી પત્નીએ તેનું અપહરણ કર્યું હોઈ શકે છે. તે જ સમયે, જ્યારે પોલીસે આ મામલે રમેશની પ્રથમ પત્નીની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, રમેશ તેની પુત્રીના લગ્ન માટે અહીં આવ્યો હતો, પરંતુ અહીં આવ્યા પછી તેણે પાછા નહીં ફરવાનો નિર્ણય લીધો છે.
બીજી પત્નીએ તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી તો પ્રથમ પત્નીએ શું કહ્યું - TWO WIVES OF SOCIAL MEDIA FAME DANCER RAMESH SPARS
તમિલનાડુમાં ડાન્સર રમેશની બીજી પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે રમેશની પહેલી પત્નીએ કહ્યું કે, રમેશ અહીં તેની પુત્રીના લગ્ન માટે આવ્યો હતો, ત્યારબાદ તેણે અહીં જ રહેવાનો નિર્ણય લીધો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
![બીજી પત્નીએ તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી તો પ્રથમ પત્નીએ શું કહ્યું બીજી પત્નીએ તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી તો પ્રથમ પત્નીએ શું કહ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16121805-thumbnail-3x2-tamil-nadu.jpg)
રમેશની બીજી પત્ની ઈન્બાવલ્લીએ પોલીસને શું કહ્યુંરમેશની બીજી પત્ની ઈન્બાવલ્લીએ પોલીસને જણાવ્યું હતું કે, રમેશ 11 ઓગસ્ટના રોજ કેટલાક લોકો સાથે ઘરની બહાર નીકળી ગયો હતો. જ્યારે તે ઘરે પરત ન ફર્યો ત્યારે તેને રમેશ વિશે માહિતી મળી, તેને ખબર પડી કે, રમેશની પહેલી પત્ની ચિત્રાએ તેનું અપહરણ કર્યું છે. આ પછી જ્યારે તે ચિત્રા પાસે પહોંચી તો ચિત્રાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીલ હતી. આ ડરના કારણે તે ચાર દિવસ સુધી ઘરની બહાર નીકળી ન હતી, પરંતુ બાળકોની સલામતી માટે ઈન્બાવલ્લી મંગળવારે પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી હતી અને તમામ વાત જણાવી હતી અને પતિને બચાવવા આજીજી કરી હતી.
આ પણ વાંચોપોલીસ એન્કાઉન્ટરમાં નક્સલીઓએ ભારે નુકસાનનો દાવો કર્યો
24 વર્ષ પહેલા રમેશ સાથે થયા હતા લગ્નપોલીસે આ મામલામાં ચિત્રાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે, તેના લગ્ન 24 વર્ષ પહેલા રમેશ સાથે થયા હતા અને 10 વર્ષ પહેલા તેઓ અલગ થઈ ગયા હતા. રમેશ અહીં તેની દીકરીના લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો, પરંતુ અહીં આવ્યા પછી તેનો વિચાર બદલાઈ ગયો અને તેણે તેની સાથે અહીં જ રહેવાનું નક્કી કર્યું હતું. ચિત્રાએ એ પણ જણાવ્યું હતું કે, તેનું કોઈએ અપહરણ કર્યું નથી. હાલમાં, ફરિયાદ પુલિયાંથોપ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.