ગુજરાત

gujarat

By

Published : Jul 9, 2022, 7:30 PM IST

Updated : Jul 9, 2022, 10:44 PM IST

ETV Bharat / bharat

જર, જમીન ને અહીં બે-બે જોરુ, પતિના અંતિમ સંસ્કાર માટે રાહ જોતું રહ્યું પરિવારનું ટોળું

તેલંગણાાના એક જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મૃતકની બે પત્નીએ મિલકત ટ્રાંસફર (Property Transfer Case Telangana) કરવાના મુદ્દે પતિના મૃતદેહને અગ્નિદાહ (Cremation session Telangana) આપ્યો ન હતો. એટલું જ નહીં બે દિવસ સુધી એના મૃતદેહને ઘરમાં સંઘરી રાખ્યો હતો. જેના કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

બે પત્ની વચ્ચેના ક્લેશને કારણે પતિના અંતિમસંસ્કાર અટક્યા, ફ્રીજમાં પડ્યો રહ્યો મૃતદેહ
બે પત્ની વચ્ચેના ક્લેશને કારણે પતિના અંતિમસંસ્કાર અટક્યા, ફ્રીજમાં પડ્યો રહ્યો મૃતદેહ

જગતિયાલ: તેલંગણાના જગતિયાલ જિલ્લામાં મિલકતને લઈને બે સ્ત્રીઓ (Conflict Between Two Women) વચ્ચે થયેલી તકરારનો કેસ સામે આવ્યો છે. આયલાપુર, કોરુતલા મંડલ, જગતિયાલ જિલ્લાના ભૂતપૂર્વ સરપંચ, મામિદલા નરસિમ્હુલુનું ગુરુવારે માંદગીના કારણે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં (Gandhi Hospital Hyderabad) સારવાર દરમિયાન અવસાન થયું. થોડાં વર્ષો પહેલાં પરિવાર સાથે કોરુતલા શહેરમાં આવીને સ્થાયી થયેલા નરસિમ્હુલુને બે પત્નીઓ હતી. હવે મુશ્કેલી એ ઊભી થઈ છે કે, આ બન્ને પત્ની મિલકતને (Property Transfer Case Telangana) લઈને સામસામે આવી ગઈ છે.

આ પણ વાંચો: 7 વર્ષનો છોકરો હુલ્લડ વખતે નાસી છૂટ્યો,23 વર્ષે ગામમાં માતાને શોધવા પરત આવ્યો

બીજી પત્ની પહોંચી: નરસિમ્હુલુના મૃત્યુ સમયે તેમની પ્રથમ પત્ની તેમની સાથે હતી. મૃતદેહને હૈદરાબાદથી કોરુતલા લાવવામાં આવ્યો હતો. ગુરુવારે અંતિમ સંસ્કાર કરવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે બીજી પત્ની ભારતીને નરસિમ્હુલુના મૃત્યુની ખબર પડી ત્યારે તે કોરુતલા નગરના પ્રકાશમ રોડ પર આવેલી પહેલી પત્નીના ઘરે તેના પતિને છેલ્લીવાર જોવા માટે પહોંચી હતી. તેમની પ્રથમ પત્ની એ તેઓએ પહેલેથી જ નરસિમ્હુલુના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી દીધી હતી. બીજી પત્ની ભારતી પતિની મિલકતમાં તેનો અડધો હિસ્સો ઇચ્છે છે. તે આ કેસમાં યોગ્ય ન્યાય મળે એવી આશા વ્યક્ત કરે છે.

વડીલોએ સમજાવી: મહિલાની જીદ અંતિમ સંસ્કારને લઈને વાત આવી ત્યારે આ મહિલા ટસની મસ ન થઈ. તેમણે પતિની અંતિમવિધિ છેક સુધી કોઈને કરવા જ ન દીધી. વડીલો અને સંબંધીઓએ તેણીને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેણીએ સાંભળ્યું નહીં અને અંતિમવિધિ અટકાવી દીધી. બીજી પત્ની ભારતીને અન્યાય થાય તેવા આશયથી પતિની મિલકતની ટ્રાન્સફરના કેસમાં બન્ને વતી વડીલો અને સગા-સંબંધીઓએ દરમિયાનગીરી કરી ત્રણ એકર ખેતીની જમીન આપવાનો કરાર કર્યો હતો.

આ પણ વાંચો: Monsoon Gujarat 2022: કાવેરીનું રોદ્ર સ્વરૂપ, પૌરાણિક શિવજીનું મંદિર જળમગ્ન

પત્નીઓ વચ્ચે ઝઘડો:નરસિમ્હુલુની બંને પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો. તેઓએ ત્યારે જ પતિની મિલકતની નોંધણી કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં સુધી જમીનની નોંધણી નહીં થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. પછી સંબંધીઓએ નરસિમ્હુલુના મૃતદેહને ફ્રીઝરમાં રાખ્યો અને ઘરમાં સંગ્રહ કર્યો હતો. બંને પત્નીઓ પતિના મૃતદેહને ઘરે મૂકીને કથલાપુર કલેક્ટર કચેરીએ ગઈ હતી. પ્રથમ પત્નીના નામે ત્રણ એકર ખેતીની જમીન બીજી પત્નીના નામે ટ્રાન્સફર થયા બાદ તેઓ ઘરે આવ્યા હતા અને તેમના પતિના અંતિમ સંસ્કાર કર્યા હતા.

Last Updated : Jul 9, 2022, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details