નવી દિલ્હી : 26 ડિસેમ્બરની સાંજે ઇઝરાયેલ એમ્બેસી નજીક થયેલા કથિત વિસ્ફોટની દિલ્હી પોલીસની તપાસમાં બે શંકાસ્પદ લોકો સામે આવ્યા છે જેઓ ઘટના પહેલા સ્થળની આસપાસ ફરતા જોવા મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે સીસીટીવી કેમેરાને સ્કેન કરતી વખતે, બે શંકાસ્પદ લોકોની ઓળખ થઈ છે જેઓ મંગળવારે સાંજે ઘટના સ્થળની નજીક ફરતા જોવા મળ્યા હતા. પોલીસ આ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરાને સ્કેન કરી રહી છે અને બંનેની ઓળખ કરી રહી છે. દરમિયાન, પોલીસે પહાડગંજના ખાબાદ હાઉસની આસપાસ સુરક્ષાના પગલાં કડક કર્યા છે, જ્યાં મોટી સંખ્યામાં ઇઝરાયલીઓ રહે છે.
ઈઝરાયેલ એમ્બેસી બ્લાસ્ટ કેસઃ CCTVમાં બે શંકાસ્પદ જોવા મળ્યા, દિલ્હીની સુરક્ષામાં કરાયો વધારો - suspects captured on CCTV outside Israel Embassy
ઇઝરાયેલ એમ્બેસી નજીક કથિત વિસ્ફોટના સંબંધમાં બે શકમંદો મંગળવારે સાંજે ઘટના સ્થળની નજીક ચાલતા જોવા મળ્યા હતા. પોલીસ આ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરાને સ્કેન કરી રહી છે અને બંનેની ઓળખ કરી રહી છે.
Published : Dec 27, 2023, 8:18 PM IST
પોલિસે તપાસ હાથ ધરાઇ : મંગળવારે ચાણક્યપુરીમાં ઇઝરાયલ એમ્બેસી નજીક 'વિસ્ફોટ'ની જાણ કરતા ઇમરજન્સી કોલ મળ્યા બાદ દિલ્હીની સુરક્ષા એજન્સીઓ ગભરાટમાં મુકાઈ ગઈ હતી. વ્યાપક સર્ચ ઓપરેશન પછી, સૂત્રોએ સંભવિત પુરાવાઓની શોધની પુષ્ટિ કરી, જેમાં ભારતમાં ઇઝરાયેલના રાજદૂતને સંબોધવામાં આવેલ ટાઇપ કરેલ પત્રનો સમાવેશ થાય છે. જ્યારે પત્રની સામગ્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીઓએ વિગતો આપવાનું ટાળ્યું. વિસ્ફોટની તપાસ કરવા માટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઘટનાસ્થળેથી લેવામાં આવેલા સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલ્યા છે. આ સાથે NIA તમામ પાસાઓની પણ તપાસ કરી રહી છે.
યુદ્ધમાં હજારો લોકોના મોત થયા : ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના આ યુદ્ધમાં લગભગ 21,000 લોકો માર્યા ગયા છે અને લગભગ 55,000 ઘાયલ થયા છે. આ યુદ્ધ 7 ઓક્ટોબરે આતંકવાદી જૂથ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ શરૂ થયું હતું. જે બાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.