શ્રીનગરઃ પિતાની હત્યા કરીને તેની લાશ દાલ તળાવમાં ફેંકી દેવાના આરોપમાં બે પુત્રોની ધરપકડ કરવામાં આવી(Two sons arrested for murdering) છે. અખોન મોહલ્લા ફોરશોર રોડ પાસેના દાલ તળાવમાં એક અજાણી લાશ પડી હતી. પોલીસ સ્ટેશન નિજીનના કર્મચારીઓએ કાર્યવાહી કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તબીબી-કાનૂની ઔપચારિકતાઓ માટે મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
શ્રીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા, પોલીસે તપાસબાદ બન્ને પુત્રોની કરી ધરપકડ - શ્રીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા
શ્રીનગરમાં પુત્રએ જ પિતાની હત્યા(Son kills father in Srinagar) કર્યાની ઘટના સામે આવી રહી છે. હત્યા કર્યા પછી મૃતદેહને દાલ તળાવમાં ફેંકવાના આરોપમાં બે પુત્રોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી(Two sons arrested for murdering) છે.

શ્રીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા -મૃતકની ઓળખ શ્રીનગરના ઇલાહીબાગ સૌરાના રહેવાસી ખુર્શીદ અહેમદ તોતા તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, તબીબી ઔપચારિકતા બાદ મૃતદેહ તેના કાયદેસરના વારસદારોને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક મેડિકલ રિપોર્ટમાં ગરદન વગેરે પર નિશાન જોવા મળ્યા હતા. તેમજ અન્ય શંકાસ્પદ સંજોગોમાં તપાસ કરતાં મૃતકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશને દાલ તળાવમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે તપાસબાદ બન્ને પુત્રોની કરી ધરપકડ - આ મામલામાં એફઆઈઆર નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સંજોગોવશાત્ પુરાવાઓ, મૌખિક સાક્ષીઓ, સીસીટીવી અને ટેકનિકલ વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે મૃતકની હત્યા તેના પરિવારના સભ્યો દ્વારા ઘરમાં કેટલાક વિવાદ બાદ કરવામાં આવી હતી અને લાશને એક દિવસ માટે ઘરમાં રાખવામાં આવી હતી. બાદમાં પ્લાન મુજબ ગુના છુપાવવા લાશને વાહનમાં રાખી દાલ તળાવમાં ફેંકી દીધી હતી. હત્યારા મૃતકના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે અને ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.