ગુજરાત

gujarat

ETV Bharat / bharat

rape case: દિલ્હીમાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા બે પોલીસકર્મીઓની ધરપકડ - rape case

દિલ્હી કેન્ટ (Delhi Cantt)ના એક વિસ્તારમાં બે સગી બહેનો સાથે દુષ્કર્મ (rape case)ના આરોપમાં કેન્ટ પોલીસ સ્ટેશન (Cantt Police Station)એ બે પોલીસકર્મીઓને ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

rape case
rape case

By

Published : Jun 22, 2021, 1:34 PM IST

  • બે પોલીસકર્મીઓ પર બે સગી બહેનો દ્વારા ગેંગરેપનો આરોપ
  • બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી
  • દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશન ના પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કેન્ટ વિસ્તારમાં તૈનાત બે પોલીસકર્મીઓ પર બે સગી બહેનો દ્વારા ગેંગરેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતની પુષ્ટિ DCP સાઉથ વેસ્ટ ઇંગિત પ્રતાપસિંહ (DCP South West Ingit Pratap Singh) એ કરી છે.

બંને પીડિતા બે સગી બહેનો છે

આ મામલો બે દિવસ જૂનો છે. બંને પીડિતા બે સગી બહેનો છે. તેણે બે પોલીસકર્મીઓ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં યુવતીઓની ફરિયાદના આધારે દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશન (Delhi Cantt Police Station)ના પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ ગેંગરેપનો છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. બંને પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ આ ઘટના સ્મશાનની અંદરની હતી કે બહારની એ શોધવાની કોશિશ કરી રહી છે. પોલીસ ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે. જેથી ઘટના સંદર્ભે કેટલીક ચાવી મળી શકે.

આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details