- ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
- જવાનોએ શુક્રવારે રાત્રે 8.48 વાગ્યે સીમા પર વાડ પાસે શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી
- ભારતીય સરહદે બે પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કરવામાં આવ્યા
ફિરોઝપુર: 30 જુલાઈના રોજ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં ભારતીય સરહદે બે પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કરવામાં આવ્યા હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સ પંજાબ ફ્રન્ટીયરે કહ્યું કે, ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પંજાબ: BSF એ સરહદ પર બે પાકિસ્તાની ઘૂસણખોરોને કર્યા ઠાર આ પણ વાંચો- નકલી નોટ કેસમાં સપડાયેલા પાક નાગરિકને હાઈકોર્ટે વતન પરત ફરવાની મંજૂરી આપી
બે પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા છે
પંજાબના તરનતારન જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બે પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના જણાવ્યા અનુસાર, બીએસએફના જવાનોએ શુક્રવારે રાત્રે 8.48 વાગ્યે સીમા પર વાડ પાસે શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી.
આ પણ વાંચો- LOC પર પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની જવાબી કાર્યવાહીમાં 4 પાકિસ્તાની ઠાર
બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો
બીએસએફના જવાનોએ ઘુસણખોરોને રોકવા કહ્યું, પરંતુ તેઓએ વારંવાર ચેતવણી પર ધ્યાન આપ્યું નહીં. અધિકારીએ જણાવ્યું કે, ધમકીને જોતા બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે બે ઘૂસણખોરો માર્યા ગયા હતા.