બક્સર :બિહારના બક્સરમાં બે ડાન્સરે લગ્ન કર્યા છે. જિલ્લાના ડુમરાઓ શહેરના ડુમરેજાની મંદિર પરિસરમાં બંનેએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક યુવતીના પરિવારજનોએ સંમતિ આપી દીધી છે, પરંતુ બીજી ડાન્સરના માતા-પિતા લગ્નનો વિરોધ કરી રહ્યા છે. જિલ્લામાં દરેક જગ્યાએ લોકો આ લગ્નની ચર્ચા કરી રહ્યા છે.
બંન્ને સુપૌલ અને અરરિયાના રહેવાસી છે : સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજની રહેવાસી અનીષા કુમારી, જે કોરાનસરાયની ઓર્કેસ્ટ્રા પાર્ટીમાં કામ કરે છે અને અરરિયા જિલ્લાના જયનગરની રહેવાસી પાયલ કુમારી, ડુમરાઓ સબ-ડિવિઝનલ કોર્ટમાં પહોંચી હતી. ડુમરેજાની મંદિરમાં લગ્ન કાયદેસર કર્યા છે. તે પછી, ડુમરાઓના સૌથી પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં પૂજા કર્યા પછી, બંને તેમના આખા સાથીઓ સાથે ડુમરેજાની મંદિર પહોંચ્યા અને ધામધૂમથી લગ્ન કર્યા હતા
બંને ડાન્સરે સાત ફેરા લીધા :આ દરમિયાન અનીશા પતિ બની અને પાયલ પત્ની બની એકબીજાને માળા પહેરાવી હતી. લગ્નના સાક્ષી બનેલા ઓર્કેસ્ટ્રા પાર્ટીના લોકોએ તાળીઓ પાડીને બંનેને અભિનંદન પાઠવ્યા હતા. કહેવાય છે કે, બંને છેલ્લા ત્રણ વર્ષથી કોરાનસરાઈમાં એક ઓર્કેસ્ટ્રા પાર્ટીમાં કામ કરી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને બંનેએ સાત ફેરા લીધા અને સાત જન્મ સુધી એકબીજા સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.