- સિદ્ધૂના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસના 2 નેતાઓએ આપ્યા રાજીનામા
- રઝિયા સુલતાન અને યોગિન્દસ સિંઘે પણ આપ્યું રાજીનામું
- કેપ્ટને સિદ્ધૂન આ પગલાને પોલિટિકલ ડ્રામા ગણાવ્યો
ન્યૂઝ ડેસ્ક: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહની ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું હતું. જ્યારબાદ તાજેતરમાં જ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેનારા રઝિયા સુલતાન તેમજ પંજાબ કોંગ્રેસના જનરલ સેક્રેટરી યોગિન્દર સિંઘે પણ પોતાનું રાજીનામું આપી દીધું હતું.
કેપ્ટન અમરિન્દરે સિદ્ધૂના રાજીનામાને ગણાવ્યું ડ્રામા
નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે, આ પ્રકારે રાજીનામું આપીને સિદ્ધૂએ સ્પષ્ટ કર્યું છે કે, તે રાજકીય રીતે અસ્થિર છે. આ સાથે તેમણે સિદ્ધૂના રાજીનામાને એક પોલિટિકલ ડ્રામા ગણાવ્યો હતો.
કેપ્ટન અમરિંદર સિંહ જે.પી. નડ્ડા અને અમિત શાહને મળ્યા
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. ત્યારે નવીનતમ ઘટનાઓને લઇને તે આજે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળે તેલી સંભાના છે. મહત્વનું છે કે, પંજાબ કોંગ્રેસમાં લાંબી લડત બાદ અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરના રોજ સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેમનું અપમાન થઈ રહ્યા છે જેથી તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો હતો.
રાજીનામું આપ્યા બાદથી કેપ્ટન કોંગ્રેસ પર કરી રહ્યા છે પ્રહારો
રાજીનામું આપ્યું ત્યારથી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. જો કે, તે હજુ સ્પષ્ટ નથી કે તેઓ આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે રહેશે કે અન્ય પક્ષમાં જોડાશે. એવી અટકળો ચાલી રહી છે કે કેપ્ટન અમરિંદર સિંહ કાં તો ભાજપમાં જોડાઈ શકે છે અથવા આગામી વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી શકે છે.