ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka News: કર્ણાટકમાં જીવન આપતું પાણી પાંચના મોતનું કારણ બન્યું, 16 લોકો ICUમાં દાખલ - Karnataka News

કર્ણાટકના કાવડીગરહટ્ટીમાં જળ પ્રદૂષણ કેસમાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા પણ 36થી વધીને 149 થઈ ગઈ છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 4, 2023, 7:09 PM IST

કર્ણાટક:ચિત્રદુર્ગ જિલ્લાના કાવડીગરહટ્ટીમાં જળ પ્રદૂષણના કેસમાં મૃત્યુઆંક વધીને પાંચ પર પહોંચી ગયો છે અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા 36થી વધીને 149 થઈ ગઈ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 16 લોકોની ICUમાં સારવાર કરવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. અધિકારીઓની ઉદાસીનતા સામે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.

બેદરકારીનો આરોપ: ભારતના કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી એ.કે. નારાયણસ્વામીએ મૃતક રુદ્રપ્પાના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના આપી હતી. ચિત્રદુર્ગમાં લોકોએ પ્રશાસન અને સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય કેસી વીરેન્દ્ર પપ્પી પર બેદરકારીનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું. પૂજારી શિવશરણ હરલૈયા અને દલિત નેતાઓના વિરોધ બાદ ધારાસભ્ય પપ્પીએ બસવેશ્વરા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

પાણીના સેમ્પલ લેવાયા:પાણીના સેમ્પલના એફએસએલ રિપોર્ટમાં કોઈ ઝેરી કેમિકલ ન હોવાની પુષ્ટિ થઈ છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક વ્યક્તિ વિરુદ્ધ POCSO કેસ નોંધાયા બાદ બદમાશોએ પાણીમાં ઝેર ભેળવ્યું હશે. જો કે, અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે આ દુર્ઘટના પાણીના દૂષિતતાને કારણે થઈ છે.

તપાસના આદેશ: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા અધિકારીઓને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ AEE R મંજુનાથ ગિરાદી અને JE SRને સસ્પેન્ડ કરવાની ભલામણ કરતો રિપોર્ટ મોકલ્યો છે. કાવડીગરહાટ્ટીમાં વાલ્વ ઓપરેટર તરીકે કામ કરતા પ્રકાશને પણ જિલ્લા કમિશનરે સસ્પેન્ડ કરી દીધો હતો.

પાંચ લોકો સસ્પેન્ડ: આ સિવાય મ્યુનિસિપલ કમિશનર શ્રીનિવાસને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે. કોન્ટ્રાક્ટ કર્મચારી નિરાગંતિ સુરેશને નોકરીમાંથી બરતરફ કરીને આદેશ જારી કરવામાં આવ્યો છે. ગુરુવારે મહાનગરપાલિકાના પાણી પુરવઠા સહાયક સીએચ પ્રકાશબાબુને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોન્ટ્રાક્ટ કર્મચારી સહિત કુલ પાંચ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(IANS)

  1. Gujarat High Court: સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે થયા અનેક ચુકાવનારા ખુલાસા
  2. Rail Water Quality: રેલવેનું પાણી લેબ ટેસ્ટિંગમાં ફેઈલ, પીવાથી જોખમાઈ શકે છે આરોગ્ય

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details