ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપુરામાં બે યુવતીઓ પર સામુહિક દુષ્કર્મ, આઠની ધરપકડ - Tripura police

ત્રિપુરામાં બન્ને યુવતીઓ મધ્યરાત્રિની આસપાસ તેમના ઘરે પહોંચી હતી અને તેમના પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનું પરિવારને જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કાર્યવાહી કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી.

દુષ્કર્મના આરોપી
દુષ્કર્મના આરોપી

By

Published : Mar 31, 2021, 9:57 AM IST

Updated : Mar 31, 2021, 1:52 PM IST

  • ત્રિપુરામાં બે યુવતીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ
  • યુવતીઓએ મોડી રાત્રે ઘરે આવીને પરિવારને જાણ કરી
  • પોલીસે આ મામલે આઠ લોકોની ધરપકડ કરી

અગરતલા : ત્રિપુરાના ખોવા જિલ્લામાં બે યુવતીઓ પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને આ મામલામાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મંગળવારે તેના વિશે માહિતી આપી હતી. ચાંપાહવર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, બન્ને યુવતીઓ તેમના બે મિત્રો સાથે સોમવારે રાત્રે ખાતિયાબારીમાં ફરવા ગઈ હતી.

આ પણ વાંચો : બોટાદમાં બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

યુવતીઓ મધ્યરાત્રિની આસપાસ તેમના ઘરે પહોંચી હતી

પોલીસે જણાવ્યું હતું કે, બન્ને યુવતીઓ મધ્યરાત્રિની આસપાસ તેમના ઘરે પહોંચી હતી. તેઓએ પરિવારને જણાવ્યું હતું કે, તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કાર્યવાહી કર્યા બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યા હતો. તેમણે જણાવ્યું હતું કે, યુવતીઓને તબીબી તપાસ માટે ખોવાઈ જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે અને આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : લાતેહારની સદર હૉસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલા સાથે થયું દુષ્કર્મ

Last Updated : Mar 31, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details