અનંતનાગઃ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કોકરનાગ વિસ્તારના ગાડોલ ખાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને તરફથી ભારે માત્રામાં ગોળીબાર કરવામાં આવ્યો છે. ગાડોલમાંથી આતંકવાદીઓનો સંપૂર્ણપણે સફાયો કરવા માટે સુરક્ષાદળોએ આજે પણ ગોળીબાર ચાલુ રાખ્યો છે. 3 સુરક્ષા જવાનોને શહીદ કરનાર બંને આતંકવાદીઓને પોલીસે ઘેરી લીધા છે.
માઉન્ટેન બ્રિગેડ બોલાવાઈઃ ગાડોલના જંગલમાં થઈ રહેલી અથડામણના બીજા દિવસે આંતકવાદ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. ગાઢ જંગલમાં સંતાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા સેનાએ વિશેષ દળ માઉન્ટેન બ્રિગેડને બોલાવી છે. આ બ્રિગેડના જવાનો પહાડ પર સરળતાથી ચઢવામાં નિષ્ણાંત હોય છે. સુત્રો અનુસાર આ સઘન સર્ચ ઓપરેશન સેના, પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા જવાનોએ સમગ્ર જંગલ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે.આ વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
બે આતંકવાદીઓને ઘેર્યાઃ સૂત્રો અનુસાર આધુનિક હથિયારો અને ટેકનિકલી સજ્જ આ જવાનોએ સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ સવારે ત્રણેય શહીદોને શ્રદ્ધાંજલિ આપતું નિવેદન કર્યુ હતું. પોલીસે આ હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. જેમાં એક સ્થાનિક અજીજ ખાનનો પણ સમાવેશ થાય છે. પોલીસ વડા દિલબાગ સિંહ અને 15 કોર કમાન્ડર પર્સનલી આ ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ત્રણેય શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિઃ કાશ્મીર ઝોન પોલીસે પોતાના એક્સ હેન્ડલ પર ત્રણેય વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધોનૈક અને ડીએસપી હુમાયુ ભટ્ટને અતુટ વીરતા દાખવવા બદલ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. સમગ્ર ઓપરેશનમાં આ ત્રણેય શહીદોએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું.
- Anantnag Encounter Update: અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો
- Anantnag Encounter: કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા છે, આજે તેમનો પાર્થિવ દેહ વતન મોહાલી લવાશે