શ્રીનગર(જમ્મુ અને કાશ્મીર): જમ્મુ અને કાશ્મીર પોલીસે શનિવારે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર શહેરમાં શસ્ત્રો અને દારૂગોળો સાથે બે સક્રિય હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ(Two LeT militants arrested in north Kashmir) કરવાનો દાવો કર્યો છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,"શુક્રવારે સાંજે શાહ ફૈસલ માર્કેટ સોપોર ખાતે પીસી સોપોર દ્વારા 22 આરઆર સાથે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, બસ સ્ટેન્ડ સોપોરથી શાહ ફૈસલ માર્કેટ તરફ આવી રહેલા એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ તેના હાથમાં બેગ સાથે નોંધવામાં આવી હતી."
પોલીસે કરી બે હાઈબ્રીડ આતંકવાદીઓની ધરપકડ, બેગમાંથી નીકળી પીસ્તોલ - Two LeT militants arrested in north Kashmir
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રિઝવાન મુશ્તાક હોવાનું જણાવ્યું હતું.(Two LeT militants arrested in north Kashmir) પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાઈબ્રીડ આતંકવાદી છે અને તે બિન-સ્થાનિક લોકો, લઘુમતીઓ, સુરક્ષા દળો અને શાંતિપ્રિય નાગરિકો પર હુમલા કરવાની તક શોધી રહ્યો હતો.
એક્સપ્લોઝિવ ડિવાઈસ:બાદમાં જ્યારે તેને રોકવાનું કહેવામાં આવ્યું તો તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરક્ષા દળોએ ચતુરાઈથી તેને પકડી લીધો હતો. તેની બેગની તલાશી લેતા એક પિસ્તોલ, પિસ્તોલનું મેગેઝિન, પિસ્તોલના કેટલાક રાઉન્ડ અને એક ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ મળી આવ્યા હતા. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ રિઝવાન મુશ્તાક હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિ પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાઈબ્રીડ આતંકવાદી છે અને તે બિન-સ્થાનિક લોકો, લઘુમતીઓ, સુરક્ષા દળો અને શાંતિપ્રિય નાગરિકો પર હુમલા કરવાની તક શોધી રહ્યો હતો.
હાઇબ્રિડ આતંકવાદી:તેમણે કહ્યું કે, "કાયદા પોલીસ સ્ટેશન, સોપોરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. વધુ પૂછપરછ પર, ધરપકડ કરાયેલા આતંકવાદીએ, અન્ય હાઈબ્રીડ આતંકવાદીનું નામ જાહેર કર્યું હતુ, જેનું નામ જેમસલ અહેમદ પારા છે, જે હબીબુલ્લાહ પારાનો પુત્ર છે, જે ટપ્પર પટ્ટનના રહેવાસી છે. ઉક્ત બીજા હાઇબ્રિડ આતંકવાદીની બારામુલા પોલીસ સાથે મોડી રાત સુધી ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. વધુ ખુલાસા સાથે, વધુ આતંકવાદી પકડવાની પણ અપેક્ષા છે."