- પુલવામાાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
- એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
- સુરક્ષાકર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામા (Encounter In Pulwama) જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા (Militants Killed In Encounter) છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ એન્કાઉન્ટર રાજપોરા વિસ્તારના કસ્બાયરમાં થયું હતું.
પોલીસ, સેના અને CRPFનું સર્ચ ઓપરેશન
કાશ્મીર ઝોનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search Opration In Pulwama) શરૂ કર્યું હતું. દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળોએ શોધખોળ તેજ કરી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.