ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાળકી સાથે કુકર્મના કેસમાં કેબ ડ્રાઈવર સહિત બેની ધરપકડ, આવો હતો પ્લાન - સગીરા સાથે દુષ્કર્મ

તેલંગણાના હૈદરાબાદમાં એક બાળકી સાથે યૌન ઉત્પીડનનો (Rape Case Filed in Hyderabad police Station) કેસ સામે આવ્યો છે. આ કેસમાં એક કેબ ચાલક (Accused Cab Driver) સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી સગીરાનું અપહરણ કરીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં કુકર્મ કર્યું હતું.

સગીરા સાથે કુકર્મના કેસમાં કેબ ડ્રાઈવર સહિત બેની ધરપકડ, આવો હતો પ્લાન
સગીરા સાથે કુકર્મના કેસમાં કેબ ડ્રાઈવર સહિત બેની ધરપકડ, આવો હતો પ્લાન

By

Published : Jun 6, 2022, 8:39 PM IST

હૈદરાબાદ: હૈદરાબાદ પોલીસે 11 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મના (Rape with minor girl) કેસમાં એક કેબ ચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ (Two Arrested with Cab Driver) કરી લીધી છે. રવિવારે પોલીસે આ કેસમાં મોટી અપડેટ જાહેર કરી હતી. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે એક સગીરા સાથે કુકર્મના કેસને (Minor Girl Rape Case Hyderabad) લઈને શહેરના લોકોમાં નારાજગી અને ખૂબ ગુસ્સો ભભુકી ઊઠ્યો છે.

કેબ ડ્રાઈવરનું કારસ્તાન: સગીરાના પરિવારજનોએ તારીખ 31 મેના રોજ પોલીસ ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. તારીખ 1 જૂનના રોજ કુકર્મ આચરનારાઓને પોલીસે ઓળખી લીધા હતા. એમની વધુ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, લાપતા થયેલી સગીરા સાથે એના તાર જોડાયેલા છે. પછી સગીરાને નિવેદન માટે લઈ જવામાં આવી હતી. સગીરના નિવેદન અનુસાર તારીખ 31ના રોજ જ્યારે તે ઘરે જઈ રહી હતી એ રાતના સમયે એક કેબ ડ્રાઈવરે પોતાની કારમાં બેસી જવાની લાલચ આપી. અન્ય એક આરોપીની મદદથી તેને એક જગ્યાએ લઈ ગયો. જ્યાં એની સાથે કુકર્મ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Gujarat ATS Arrest : ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓ દબોચી લીધાં, આ રીતે કરતાં હતાં કાળો કારોબાર

રીમાન્ડ માંગ્યા: પોલીસને બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટમાં એમને રજૂ કરીને રીમાન્ડ માંગવામાં આવશે. સગીરા હૈદરાબાદના જ્યુબલી હિલ્સ વિસ્તારમાં પાર્ટી કરવા માટે ગઈ હતી. જ્યાંથી એ ઘર પરત ફરી રહી હતી. એ સમયે કેબ ડ્રાઈવરે તકનો લાભ લીધો હતો. સુલ્તાન શાહી એરિયામાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પછી કેબ ડ્રાઈવર એને કોન્ડુર્ગ વિસ્તારમાં લઈ ગયો હતો. પછી બીજા દિવસે સવારે એને સુલ્તાન શાહી વિસ્તારમાં પરત મૂકી ગયો હતો.

કોણ છે આરોપી:કેબ ડ્રાઈવરનું નામ મોહમ્મદ લુકમણ અને સાથી શેખ કલિમ અલી હોવાનું જાણવા મળ્યું છે. લકમણે અલીને રસ્તામાંથી પિકઅપ કરી લીધો હતો. સગીરા લકમણના જ વિસ્તારમાં રહે છે. તપાસ દરમિયાન તારીખ 1 જુનના રોજ સવારે પાંચ વાગ્યે સગીરા પોલીસને મળી આવી હતી. પછી એમને ભરોસા સેન્ટર મોકલી દેવાઈ હતી. જ્યારે કેબ ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે, સગીરા ફરવા જવા માગતી હતી. જ્યારે સગીરાએ કહ્યું કે, હું શાહીન નગર જવા માગતી હતી. પણ મારી પાસે પૈસા ન હતા.

આ પણ વાંચો:કોરિયન બેન્ડના વીડિયોનું વ્યસન કિશોરીને આત્મહત્યા તરફ દોરી ગયું

ઘરે મૂકી જવાની લાલચ આપી:કલીમે સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપીને કારમાં બેસાડી રાખી હતી. આશરે 10 વાગ્યે તેમણે રસ્તામાંથી બીજા આરોપીને લીધો હતો. જેનું નાખ શેખ કલીમ અલી છે. પછી લુકમણના ઘરે સગીરાને લઈ ગયા હતા. પછી ત્યાં નરાધમોએ યુવતી સાથે કુક્રમ આચર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details