નીમચ(મધ્ય પ્રદેશ): શહેરમાં કોર્ટ વિસ્તારમાં આવેલી દરગાહ પાસે ભગવાન હનુમાનની મૂર્તિની સ્થાપના બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો (neemuch violence) હતો. આ દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ બની હતી, જે બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. બદમાશોએ એક બાઇકને આગ ચાંપી દીધી (neemuch hanuman dargah dispute) હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો કાયદો અને વ્યવસ્થા જાળવવા ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક દુકાનો બંધ કરાવી (neemuch hanuman statue dispute) હતી. બદમાશોને કાબૂમાં લેવા માટે પોલીસે લાકડીઓ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. નીમચ સિટી વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો:શ્રીલંકાના PMનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- દેશમાં માત્ર એક દિવસનું પેટ્રોલ બચ્યું છે
બદમાશોએ કર્યો પથ્થરમારોઃ પ્રાપ્ત માહિતી અનુસાર જૂના દરબારમાં આવેલી દરગાહ પાસે હનુમાનજીની મૂર્તિની સ્થાપનાને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. મૂર્તિની સ્થાપનાના વિરોધમાં, ચોક્કસ સમુદાયના લોકોએ આ જગ્યાને દરગાહ હોવાનું જણાવ્યું હતું. સાંજે 6 વાગ્યાની આસપાસ બંને પક્ષો વચ્ચે વિવાદ વધી ગયો હતો અને કોર્ટ વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને સમજાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન બદમાશોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ધીમે-ધીમે નજીવી તકરાર આગચંપી સુધી પહોંચી ગઈ. કોઈએ બાઇકને આગ ચાંપી દીધી હતી. 4 થી 5 બાઇકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
નીમચ શહેરમાં કલમ 144 લાગુઃ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગની ઘટના કોઈ ચોક્કસ વર્ગ દ્વારા કરવામાં આવી છે, હાલમાં તેની પુષ્ટિ થઈ નથી. અનેક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. વિવાદ વધતો જોઈને નજીકના પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. પોલીસે બદમાશો પર લાકડીઓનો ઉપયોગ કર્યો, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી. આ પછી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નીમચ શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્રે કલમ 144 લાગુ કરી છે. પોલીસ દરેક ખૂણા પર ચાંપતી નજર રાખી રહી છે. આ સાથે લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી રહી છે.