ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ: કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, એરપોર્ટ પરથી 25 કરોડ રૂપિયાના હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ - મુંબઈ એરપોર્ટ પર 25 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરાયું

Qatar Aitlines માં મુસાફરી કરી રહેલી માતા-પુત્રી જોહાનીસબર્ગથી દોહા થઇને મુંબઇ જઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે આ બંને મહિલાઓ માતા-પુત્રી છે અને તેઓ ફેફસાના કેન્સરની સારવારના નામે ભારત આવ્યા હતા.

મુંબઈ: કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, એરપોર્ટ પરથી 25 કરોડ રૂપિયાની હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ
મુંબઈ: કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, એરપોર્ટ પરથી 25 કરોડ રૂપિયાની હેરોઈન સાથે માતા-પુત્રીની ધરપકડ

By

Published : Sep 22, 2021, 12:02 PM IST

  • મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહીમાં 4.95 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું
  • માતા-પુત્રીની જોડી જોહાનિસબર્ગથી ફેફસાના કેન્સરની સારવારના નામે ભારત આવી હતી
  • કસ્ટમ સત્તાવાળાઓ ભારતમાં ડ્રગ રેકેટમાં સંડોવાયેલા પ્રાપ્તકર્તાઓ અને અન્ય લોકોને શોધવા માટે તપાસ કરી રહ્યા છે

મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહીમાં 4.95 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે માતા-પુત્રીની જોડી જોહાનિસબર્ગથી ભારત આવી હતી. જપ્ત કરવામાં આવેલી હેરોઇનની કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. થોડા દિવસો પહેલા ગુજરાતના મુંદ્રા બંદરે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ લગભગ ત્રણ હજાર કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

આ પણ વાંચો : તાલિબાન સુહેલ શાહીનને અફઘાનિસ્તાનના યુએન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

5 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા

કતાર એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલી માતા-પુત્રી જોહાનીસબર્ગથી દોહા થઈને મુંબઈ જઈ રહી હતી. કે બંને ફેફસાના કેન્સરની સારવારના નામે ભારત આવ્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર તસ્કરોએ હેરોઇનને ટ્રોલી બેગમાં સંતાડી રાખ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે મુસાફરો એક સમયે બે કિલોથી વધુ દવાઓ સાથે મુસાફરી કરતા નથી. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા મુજબ, બે મુસાફરોને ભારતમાં હેરોઈન લાવવા માટે 5,000 ડોલર આપવામાં આવ્યા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 5 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "કસ્ટમ સત્તાવાળાઓ ભારતમાં ડ્રગ રેકેટમાં સંડોવાયેલા પ્રાપ્તકર્તાઓ અને અન્ય લોકોને શોધવા માટે તપાસ કરી રહ્યા છે."

આ પણ વાંચો : રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હથિયારધારી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 8 લોકોના મોત 6 લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતની સૌથી મોટી કાર્યવાહી

તાજેતરમાં, ડીઆરઆઈએ ગુજરાતના મુન્દ્રા એરપોર્ટ પર બે કન્ટેનરમાંથી 2 હજાર 922.22 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. અને કેટલાક અફઘાન નાગરિકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈને આ માલ સંબંધિત માહિતી મળી હતી. આ પછી, એજન્સીને શંકા હતી કે સામાનમાં માદક દ્રવ્યો હતા, જે અફઘાનિસ્તાનથી મોકલવામાં આવી રહ્યા હતા. ઇનપુટ્સના આધારે, એજન્સીએ બે કન્ટેનરને અટકાવ્યા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરની શોધ કરવામાં આવી અને માલ તપાસ્યો અને પુષ્ટિ કરી કે તે હેરોઇન છે.

ABOUT THE AUTHOR

...view details