- એમોનિયા પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં થયો વિસ્ફોટ
- ઇટૌંજા વિસ્તાર સ્થિત બિંદેશ્વરી કોલ્ડ સ્ટોરેજમાં શનિવારે રાત્રે વિસ્ફોટ થયો
- કોલ્ડ સ્ટોરેજમાં કામ કરી રહેલ 2 મજૂરના મોત, જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ
લખનઉ: રાજધાનીના ઇટૌંજા વિસ્તાર સ્થિત બિંદેશ્વરી કોલ્ડ સ્ટોરેજમાં શનિવારે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ સમય દરમિયાન મજૂરો કોલ્ડ સ્ટોરેજમાં કામ કરી રહ્યા હતા. એમોનિયમ ગેસ પાઇપમાં થયેલા વિસ્ફોટે કોલ્ડ સ્ટોરેજના ઉપરના ભાગને ઉડાવી દીધો હતો, જેમાં બે મજૂરનો મોત થયા હતા જ્યારે ચારને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજના કારણે લાગી આગ
સિલિન્ડર ફાટવાના કારણે સ્ટોરમાં વિસ્ફોટ
ઇટૌંજા પોલીસ સ્ટેશન વિસ્તારના માલ બસહરી રોડ પર ગોરાહી ગામ નજીક બિંદેશ્વરી કોલ્ડ સ્ટોરેજ પર એમોનિયમ ગેસની પાઇપલાઇનમાં લીક થવાને કારણે સવારે 9 વાગ્યે ગેસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે સ્ટોર પરિસરમાં હડકંપ મચી ગયો હતો. સ્ટોરેજમાં કામ કરતા મજૂરો અંદર જ ફસાઈ ગયા હતા. ઘણી મહેનત બાદ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. એમોનિયા લીકેજને કારણે કામદારોને બર્નિંગ, ખંજવાળ અને શ્વાસ લેવાની તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તમામને રામસાગર સૌ શૈયા સંયુક્ત હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં સીતાપુર નિવાસી ધર્મેન્દ્ર (28) અને મિશ્રીલાલ (30)ને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે મજૂર પરમાનંદ અને વિનોદને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:બ્રાઝિલના નટાલમાં સિલિન્ડર વિસ્ફોટ, 4ના મોત
કોલ્ડ સ્ટોરેજમાં કામ કરી રહેલ 2 મજૂરના મોત, જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ
ધારાસભ્ય અવિનાશ ત્રિવેદીએ કહ્યું કે, ઘટના ખૂબ જ દુ:ખદ છે. અસરગ્રસ્ત પરિવારોને સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવામાં આવશે. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે.